અમદાવાદ ૬૦૦-દેવેન્દ્ર પટેલ
અમદાવાદ શહેર પહેલા કર્ણાવતી હતું. તે પછી આશાવલ થયું અને હવે અમદાવાદ બન્યું તેની આ કહાણી છે.
કર્ણાવતી નગરી વસાવનારા રાજા કર્ણદેવના લગ્નની રસપ્રદ કથા જાણવી હોય, ગુજરાત ના અંતિમ રાજા કર્ણ વાઘેલા અપભ્રંશ થતા કરણઘેલો બન્યો અને પરસ્ત્રી ઉપર લટ્ટુ થવાની તેની વાસનાના પાપે દિલ્લીના બાદશાહ અલ્લુદ્દીન ખીલજીને ગુજરાત ઉપર ચડાઇ કરવાનો કારસો રચવામાં આવ્યો. સાથે સાથે અલ્લુદ્દીન ખીલજીની ફોજે ઈ.સ. ૧૨૯૯ માં ગુજરાતના ઘણા નગરો લૂટ્યા, મંદિરો અને સ્થાપત્યો તોડી પાડ્યા અને ૩૦૦ વર્ષ જુના હિંદુ વાઘેલા શાશનનો અંત આવ્યો. અમદાવાદ નામના નગરનો આરંભ થયો અને કર્ણાવતી નામની નગરી અમદાવાદ તરીકે ઓળખાતી થઇ .
|