| 
	Dharti Ni Aarti By Swami Anand 
	  
	ધરતીની આરતી 
	સ્વામી આનંદ 
	  
	સ્વામી આનંદ ગુજરાતી ભાષાના ઉત્તમ ગદ્યકારોમાંના એક સાહિત્યકાર પણ હતા અને લોકમાન્ય ટિળક અને મહાત્મા ગાંધી જેવા નેતાઓની આગેવાની હેઠળ આઝાદીની લડાઈના એક યૌદ્ધા પણ હતા, રચનાત્મક સેવાકાર્યો કરનારા સમાજસેવક પણ હતા. ટૂંકમાં કહી શકાય કે સ્વામી આનંદ મનથી એક નિઃસ્પૃહ સાધુ હતા, વચન એટલે કે શબ્દો થકી તેમણે એક પત્રકાર-સાહિત્યકાર તરીકે ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કર્યું હતું અને કર્મથી તેઓ સ્વાતંત્ર્ય-સેનાની તેમ જ સમાજસેવક પણ હતા. 
	  
	હિમાલય સહિત ભારત ખૂંદનારા સ્વામી આનંદે બળવાન ગદ્યમાં ચરિત્રો અને ધર્મ-સમાજચિંતનના નિબંધો લખ્યા છે. 
	તેમના ચૂંટેલાં લખાણોનું, ગુજરાતી ભાષાને ચાહનારા સહુને ગમતું જાણીતું પુસ્તક તે 'ધરતીની આરતી' |