Harmonium Vadan (Gujarati) By Hasu Yagnik
હાર્મોનિયમ-વાદન - ડો.હસું યાજ્ઞિક
આ પુસ્તકમાં હાર્મોનિયમનો ઇતિહાસ, તેની રચના અને વાદનપદ્ધતિ અત્યંત સરળ ભાષામાં સમજાવી છે તે સાથે જ સંગીતશાસ્ત્ર, તેની પરિભાષા,વિવિધ પ્રકારના તાલ તથા તેના બોલ આપવામાં આવ્યા છે. આઠમા પ્રકરણમાં સંગીત પ્રથમ વર્ષથી શરૂ કરીને તે છેક વિશારદ સુધીના 51 રાગની માહિતી, આરોહ-અવરોહ, રાગવિસ્તાર ગત-ચીજ વગેરે આપ્યા છે. અંતમાં શાસ્ત્રીય રાગ પર આધારિત ફિલ્મી ગીતો સ્વરાંકન સાથે આપ્યાં છે.
વાયોલીન-વાદનની જેમ આ પુસ્તક પણ એક અધિકારી લેખકના હાથે લખાયેલું, આધુનિક અને વૈજ્ઞાનિક, શાસ્ત્રીય પદ્ધતિનું ગુજરાતી ભાષાનું પહેલું પુસ્તક છે. ધ્વનીવિજ્ઞાનની પૂરી સમજ સાથે અહીં વિવિધ સ્વરો કેવી રીતે જન્મે છે અને તે હાર્મોનિયમમાં કેવી રીતે વગાડાય છે. ભારતીય શાસ્ત્રીય રાગ માટે ઉપયોગી અત્યંત અલંકારોના સ્વાધ્યાયની સાથે અહીં પાશ્રાત્ય સંગીતના કોર્ડઝ (Notation) વિશે પણ માહિતી આપવામાં આવી છે.
શાસ્ત્રીય સંગીત, હળવું કંઠયસંગીત, ફિલ્મસંગીત વગેરે માટે સર્વ પ્રકારના ગાયકોને તથા વાદકોને આ પુસ્તક ખુબ જ ઉપયોગી અને માર્ગદર્શક બને તેવું છે.,
|