Himalayna Mahayogina Sharane (Ek Yogini Atmakatha) By Sri Mumtaz Ali.
''એપ્રેન્ટિસ્ડ ટુ અ હિમાલય માસ્ટર અ યોગીઝ ઓટોબાયોગ્રાફી'' -મુમતાઝ અલી ખાન
''ઓટોબાયોગ્રાફી ઓફ અ યોગી'' પછી આટલા વર્ષોમાં હિમાલય યોગી શ્રી સ્વામી રામ (૧૯૨૫ થી ૧૯૯૬)ના અનુભવો આધારિત પુસ્તક ખાસ્સુ કુતૂહલ જગાવી શકેલું. હવે વર્ષો પછી આપણને હિમાલયના અને ભારતના અન્ય પ્રાંતોના યોગીઓ, સંતો, પીર-દરગાહના મસ્તાનો, અવધૂતોના જેમણે ગુરુની કૃપાથી ચમત્કૃત દર્શન કર્યા છે અને કુંડલીની જાગૃતતાની સિદ્ધિ મેળવી આત્મ સાક્ષાત્કારની સ્થિતિ મેળવી છે તેવા ''શ્રી એમ''ની આત્મકથાની અમૂલ પ્રસાદી સાંપડી છે. ''એપ્રેન્ટિસ્ડ ટુ અ હિમાલય માસ્ટર અ યોગીઝ ઓટોબાયોગ્રાફી''
તેમની આત્મકથાનું રેખા ઉદયન શાહે ગુજરાતી ભાષામાં હૃદયમાં હિમાલય અને ભારતીય સંસ્કૃતિની આહ્લાદક અનુભૂતિ થાય તેમ રૃપાંતર કર્યું છે. જેનું ટાઇટલ 'હિમાલયના મહાયોગીના શરણે' છે, જે એક બેઠકમાં જ વાંચી જવાય તેવી શૈલીનું છે. તેઓ પોતે અનુભૂતિ પામી શક્યા હોય તો જ આ શક્ય બને.
|