JSK Jay Shree Krishna (21mi Sadina Ishwarnu Meghdhanush)
JSK II જય શ્રી કૃષ્ણ II - જય વસાવડા
21મી સદીના ઈશ્વરનું મેઘધનુષ
૧૮ સ્પેશ્યલ લેખોમાં વહેંચાયેલું આ પુસ્તક શ્રીકૃષ્ણ પર અત્યાર સુધીમાં લખાયેલા અઢળક પુસ્તકો કરતા અલાયદું અને વિશિષ્ટ છે. જેમાં કૃષ્ણનાં સહારે આજનો માનવી કોઈ પણ પરિસ્થિતિ કે ઉંમરમાં પોતાની સમસ્યાઓ કેમ ઉકેલી શકે, માર્ગ કઈ રીતે કાઢી શકે અને કૃષ્ણ પાસેથી પ્રેરણા લઇ પોતાનું વર્તમાન જીવન વધુ બહેતર કેવી રીતે કરી શકે એની સુંદર છણાવટ છે. જે બોરિંગ જુનવાણી ઉપદેશને બદલે આજની પેઢીની ભાષા, અભિગમ અને દ્રષ્ટાંતો સાથે કરવામાં આવી છે. ભારત પરદેશી સુપરહીરોઝની પાચલ પાગલ બને છે ત્યારે ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડની ક્વોલિટી સાથે મોડર્ન સ્ટાઈલમાં ઓરીજીનલ સુપરપાવર કૃષ્ણને પ્રજા સુધી સાચી સમાજથી પહોંચાડતું આ આકર્ષક સાહસ છે.
“જેએસકે” જેવું નિત્ય પરિવર્તનશીલ કનૈયાને ગમે એવું આધુનિક નામ ધરાવતા આ પુસ્તકમાં જય વસાવડાએ બાળ કૃષ્ણથી લઇ આકર્ષક પૂર્ણ પુરુષ કૃષ્ણ, લીડરથી લવર અને મેનેજરથી મોટીવેટર કૃષ્ણ, ફ્રેન્ડથી ફિલોસોફર અને યોદ્ધાથી લઇ યોગેશ્વર કૃષ્ણ જેવા કૃષ્ણનાં મેઘધનુષી સ્વરૂપની અદભૂત ઝાંખી કરાવી છે. આત્મવિશ્વાસ આપતું મોડર્ન ગીતાજ્ઞાન છે. ગીતા દ્વારા લાઈફ, કરિઅર અને બિઝનેસનું મેનેજમેન્ટ સમજાવ્યું છે. કૃષ્ણ જ આજના જમાનામાં સર્વશ્રેષ્ઠ ચેતના શા માટે એની રસપ્રદ દલીલો આપી છે. રાધા અને રાસનું રસિક વર્ણન કર્યું છે. વૈષ્ણવજન ભજનથી સારા નાગરિકનાં પાઠ ભણાવ્યા છે. રુક્મિણીનાં પ્રેમપત્ર અને સત્યભામાની ભેટની મનોહર કહાની લખી છે. દ્વારકાનો ઈતિહાસ અને કૃષ્ણની પીડા પણ અહી રજુ થઇ છે. યંગ જનરેશન સાથે કૃષ્ણની આજના યુગમાં નવી જ વાતો કહેતો ક્રાંતિકારી અભૂતપૂર્વ વાર્તાલાપ પણ છે. કૃષ્ણ વિષે અસંખ્ય ઓછી જાણીતી માહિતીનો અનેક પ્રાચીન ગ્રંથોમાંથી એકત્ર કરેલ ખજાનો છે.
કૃષ્ણ પરના મોબાઈલ યુગમાં બહુ જોવા મળતા ચીલાચાલુ ચિત્રોને બદલે તદ્દન નવા વિવિધ શૈલીઓના ફ્યુઝન જેવા નવા જમાનાને અનુરૂપ ચિત્રોનો છપ્પનભોગ જેએસકેમાં છે. નયનરમ્ય ટાઈટલ આંખથી હ્રદયમાં ઉતરે એવું છે. ચૂંટેલી કૃષ્ણકવિતાઓનો મઘમઘતો ગુલદસ્તો પણ છે. કન્ટેન્ટ અને આર્ટ, શબ્દ અને રંગ-રેખાનો એમાં બાંસુરી અને બાંકેબિહારી જેવો અજોડ સમન્વય થયો છે. ચળકતા કાગળમાં ઉત્તમ રીતે છપાયેલું આ પુસ્તક પ્રોડકશન ક્વોલિટીમાં દુનિયાનાં કોઈ પણ વિકસિત દેશના બેસ્ટ પ્રોડક્શનને ટક્કર આપી કિંમતનાં પ્રમાણમાં તો એનાથી આગળ નીકળી શકે તેવું છે.”
પુસ્તકમાં રેગ્યુલર કરતા મોટી સાઈઝના તમામ ૧૬૪ પૃષ્ઠો કલરફુલ છે. આ માત્ર પુસ્તક ના રહેતા એક આગવો અનુભવ છે, જે કૃષ્ણચરિત્રના અલગ અલગ પાસાઓમાંથી પસાર થયા બાદ વાચકનું નવું જ ઘડતર કરે છે.
-
લીડરથી લવર
-
-
વોરીયરથી ફિલોસોફર
-
મોટીવેટરથી મેનેજર
-
ફ્રેન્ડથી ગાઇડ
-
બાળકથી બળવાન
'કમ્પ્લીટ મેન ' કૃષ્ણના રંગબેરંગી રોલ્સને આધુનિક અંદાજમાં સમજાવતું પુસ્તક પૃથ્વીના પ્રત્યેક નાગરિકને પ્રેમમર્મ , માનવધર્મ , વિજયકર્મ શીખવાડતું યયુથફૂલ , જોયફૂલ , કલરફૂલ પુસ્તક!
|