જવાબ માગે છે જિંદગી - સંજીવ શાહ
Man's Search for Meaning -By Viktor E. Frankl પુસ્તકનો ગુજરાતી ભાવાનુવાદ
જો તમે દર વર્ષે ફક્ત એક જ પુસ્તક વાંચતા હો,તો વિક્ટર ફ્રેન્ક્લનું આ પુસ્તક તે હોવું જોઈએ .
જે મનુષ્યની માલિકીની બધી વસ્તુ આંચકી લેવાઈ હોય: જેના માતાપિતા-પત્ની-ભાઈની ગેસ- ચેમ્બરમાં ગૂંગળાવીને હત્યા કરવામાં આવી હોય; જેનું સર્વસ્વ છીનવાઈ ગયું હોય; જે ભૂખ ને ઠંડીમાં મજૂરી અને ક્રુરતાપૂર્વક અત્યાચારો સહન કરતો હોય; દર કલાકે જેના માથે મોતની તલવાર લટકતી હોય- વર્ષો સુધી આવી પરિસ્થિતિમાં રહેનાર મનુષ્યને જીવન જીવવા જેવું લાગી શકે ખરું ? વિક્ટર ફ્રેન્ક્લનો જવાબ હતો " હા " .
સંજોગો ગમે તેટલા વિકટ કેમ ન હોય, દરેક મનુષ્યની તેની પોતાની જિંદગી પરત્વે, જીવનનો અર્થ શોધવાની જવાબદારી છે.
જયારે મનુષ્ય પાસેથી બધું જ ઝુંટવી લેવામાં આવે, ત્યારે તેની પાસેથી એક બાબત છીનવી શકાતી નથી- અને તે છે- પસંદગી કરવાની તેની આંતરિક સ્વતંત્રતા.
|