Jivan Nu Pustak Krishnamurti Sathe Rojeroj Dhyan (Gujarati Translation of The Book of Life Daily Meditations With Krishnamurti)
જીવનનું પુસ્તક
જીવન જીવીને જ સત્યને પામી શકાય એવી કૃષ્ણમૂર્તિની માન્યતાથી પ્રેરાઈને, ' જીવનનું પુસ્તક 'પ્રસ્તુત કરે છે 365 દિવસ માટે રોજેરોજ શાશ્વત ધ્યાન. આ પુસ્તક મુક્તિ, વ્યક્તિગત પરિવર્તન, સંપૂર્ણપણે જાગૃત રહેવું અને એવા અન્ય અનેક વિષયો પર મનનીય પ્રકાશ પાડે છે.
આ અસાધારણ આધ્યાત્મિક ઋષિની પ્રજ્ઞા અને સમજણના સર્વ ચાહકો માટે તથા જે કોઈ કૃષ્ણમૂર્તિનો પહેલી જ વાર પરિચય પામતા હોય તેમને માટે જીવનનું પુસ્તક હમેશાં સમજવા અને સાચવવા જેવો તલસ્પર્શી જ્ઞાનનો મુલ્યવાન ખજાનો છે.જે. કૃષ્ણમૂર્તિ (1895-1986) એક એવા સુવિખ્યાત આધ્યાત્મિક માર્ગદર્શક હતા કે જેમના વાર્તાલાપો અને લખાણોએ લાખો લોકોને પ્રેરણા આપી છે.
|