Jivansanskruti (Gujarati) By Kakasaheb Kalelkar
જીવનસંસ્કૃતિ - દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર
સામાજિક અને સંસ્કૃતિ વિષયક લેખો
કુદરત માણસને જીવન બક્ષે છે.એ જીવનને શુદ્ધ,સમૃદ્ધ,પ્રસન્ન,ગંભીર અને વૈવિધ્યવિપુલ બનાવવાના પ્રયત્નમાં માણસે સંસ્કૃતિ ખીલવી,પત્થરમાંથી જેમ મૂર્તિ બનાવીએ છીએ,ધ્વનીમાંથી સંગીત ઉપજાવીએ છીએ,તેમ જ જીવનમાંથી સંસ્કૃતિ ખીલવીએ છીએ.જીવન એ પ્રકૃતિ છે;સંસ્કૃતિ એ એનો ઓપ છે.જીવન જો ધરતી હોય તો સંસ્કૃતિ એનું સ્વર્ગ છે.એ બે વચ્ચે જો અનુસંધાન ન સધાય તો બંને વ્યર્થ થઇ જાય.
|