Kaan Daine Sambhaljo
By Gunvant Shah
કાન દઈને સાંભળજો
ગુણવંત શાહ
‘કાન દઈને સાંભળજો'. જેમાં શ્રી ગુણવંત શાહે અલગ-અલગ સમયે, અલગ-અલગ જગ્યા્એ, અલગ-અલગ વિષયો પર આપેલા પ્રવચનોનું સંકલન છે, જેનું સંપાદન કર્યુ છે તેમની દીકરી મનીષા મનીષે! પુસ્તકને ત્રણ વિભાગોમાં વહેંચી દેવામાં આવ્યુ છે. પ્રથમ વિભાગમાં જીવન - સાહિત્યનને લગતાં ૨૬ પ્રવચનો છે. બીજા વિભાગમાં વ્યુકિત-વિભૂતિને લગતા ૧૮ પ્રવચનો અને ત્રીજા વિભાગમાં શિક્ષણવિચારને લગતા ૧૬ પ્રવચનો અને સાથે-સાથે ૨૪ અલગ પ્રવચનોની સીડી પણ સામેલ છે
ગુણવંતશાહ ગુજરાતી સાહિત્યમાં એક નામ નહિ પણ ઘટના છે. ઓશોએ જેને પૃથ્વીે પર જન્મેતલી મહત્વતપૂર્ણ ચેતનાઓમાં સ્થાન આપ્યું છે તેવા બર્ટન રસેલ સાથે ઈંગ્લેન્ડમાં તેના ઘેર જઈ મુલાકાત લેનારા એકમાત્ર ગુજરાતી છે. તેમનું પ્રથમ પુસ્તક કોલંબસના હિન્દુરસ્તાનમાં ૧૯૬૯માં બાલગોવિંદ પ્રકાશન દ્વારા પ્રગટ થયું. ગુજરાત અને વિદેશોમાં વસતા ગુજરાતીઓમાં સૌથી વધુ વંચાતા લેખકોમાં પ્રથમ ક્રમે આવે છે. મોરારીબાપુની નજીક હોવા છતાં બાપુ દ્વારા પણ કયારેક ગુણવતા વિહિન પુસ્તકોના વિમોચન થતાં રહે છે. આવું ભાષાનો વિવેકચૂકયા વિના નિર્ભયપણે લખી શકે છે જેનો એકરાર મોરારીબાપુ સ્વમુખે કરી ચૂકયા છે.
જયારે વર્ષો પહેલા દ્વારકામાં સ્વામી કેશવાનંદ બળાત્કારમાં સંડોવાઈ ગયા ત્યારે ગુણવંતશાહે તેમની વિરૂદ્ધ રીતસર ઝુંબેશ ચલાવેલી પરંતુ જયારે સ્વામી સચ્ચિ દાનંદ દ્વારા તેમને તર્કપૂર્ણ સત્યૂની જાણ થઈ તો તેઓએ પોતાની કોલમમાં પોતે એક નિર્દોષ વ્યાકિતને અન્યાય કરી બેઠા તેવો અફસોસપૂર્ણ એકરાર દિલગીરી સાથે વ્યોકત કરેલો,
૨૦૦૨ના ગોધરાકાંડ બાદ થયેલા તોફાનો વખતે તેમના લખાણો પરથી રેશનાલીસ્ટોા અને સેકયુલારિસ્ટો તેઓ કોમવાદી હોવાની છાપ ઉભી કરેલી જે તદ્દન પાયાહીન અને વાહિયાત આક્ષેપ હતો. તેમના પુસ્તહક ‘સેકયુલર મુરબ્બોન' અને ‘સેકયુલર મિજાજ'માં તેઓએ આવા રેશનાલીસ્ટ્ઝ અને સેકયુલારિસ્ટઝનો બરાબર ઉંધડો લીધો છે અને તેને આયનો બતાવી અસલી ચહેરા છતાં કર્યા છે. તેમાં યાસીન દલાલનો પણ સમાવેશ થઈ જાય છે.
૪૩ વર્ષની સર્જનયાત્રામાં તેઓ સતત વિકસતા અને વિસ્તારતા રહ્યા છે. ૪૪ જેટલા મહત્વપૂર્ણ પુસ્તકો જેમાં અસ્તિતત્વતનો ઉત્સવ, કૃષ્ણનું જીવનસંગીત, રામાયણ-માનવતાનું મહાકાવ્ય ‘જેવા ઉચ્ચ દરજજો ધરાવતાં પુસ્તકો છે.
|