લાખ રૂપિયાની વાત - શાહબુદ્દીન રાઠોડ
Lakh Rupiyani Vaat (Gujarati) by Shahbuddin Rathod
'લાખ રૂપિયાની વાત' એ પણ 'શો મસ્ટ ગો ઓન' જેવો વૈવિધ્યસભર નિબંધોનો સંગ્રહ છે. શાહબુદીન હોય એટલે તેમાં હાસ્ય, કટાક્ષ તો હોય જ પણ એ કેવળ હાસ્યકટાક્ષ કરીને રહી જતા નથી. ક્યારેક એ માર્મિક ઉદાહરણ દ્રારા વાતને ઉપસાવે છે. આવા ઉદાહરણો કેટલાક એમને પોતાના ગામના મિત્રોના વાતાવરણમાંથી આંખવગા હોય છે.તો કેટલાક એમના અભ્યાસમાંથી નિપજેલા હોય છે. કેટલીક વાત પ્રવાસમાંથી પ્રાપ્ત થયેલી હોય છે અને એટલે જ એમની ચાલતી કલમે માર્ક ટ્ર્વેઇન પણ આવે ને બિથોવન પણ આવે, કે વિષ્ણુ, લક્ષ્મી, નારદ અને શનિ મહારાજના કોઈક પૈરાણિક ર્દષ્ટાંતનો પણ સંકેત મળી રહે.
|