Mansaini Thapan (Gujarati Translation Of The Day I Stopped Drinking Milk) - SUDHA MURTY
આ વાર્તાઓ છે મારી, તમારી ને ખટમધુરી ચીજ નામે જિંદગીની. મળેલ સમયમાં આપણે પાર પાડવાની છે નિયતિને પૂર્ણ કરવાની છે આપણી સફર... રસ્તે મળશે કંઈ કેટલાય ચિત્ર-વિચિત્ર, અદ્ભુત ને રસપ્રદ પાત્રો. જે આપણને ધડશે, ઢાળશે વધ-વધિ આકારોમાં અને પછી મઠારશે... અહીં મળો એક અસામાન્ય સ્ત્રીને, જેણે એનાં બંને બાળકોને ઉછેર્યાં બે જુદા-જુદા ધર્મ સાથે...! શી અસર પડી હશે એ બાળકોનાં કોમળ મન પર..!? એમનાં ભાવિ પર...!? વળી, એક વાર્તા છે નાનકડી એક છોકરીએ કરેલી ટ્રેન-મુસાફરીની... એક રાતની એ મુસાફરીએ બદલી નાખી એની આવતી કાલ... જેની પાસે માગો એ બધું હાજર છે, એવા એક દુઃખી (!!) માણસને તમે શું કહેશો?! આ પુસ્તકમાં સમાયેલા છે એક સામાજિક કાર્યકર અને સદાય શક્ષિક એવાં સુધા મૂર્તિના સત્યઘટનાત્મક અનુભવો, જે રજુ કરે છે મારી-તમારી હૃદયસ્પર્શી વાતો.
|