Mrs Funnybones (Gujarati Edition) By: Twinkle Khanna
મિસિસ ફનીબોન્સ
ટ્વિંન્કલ ખન્ના
લેખન અને રસપ્રદ શૈલીમાં કહેવાતી વાર્તાઓ
રમૂજથી ભરપૂર અને મજા પડી જાય તેવું નિરીક્ષણ
આ પુસ્તક મૂળતઃ અંગ્રેજીમાં લખાયું છે અને ગુજરાતીમાં તેનો ભાવાનુવાદ થયો છે!પુસ્તકમાં A to Zના ક્રમાંકમાં કુલ છવ્વીસ લેખો સમાવવામાં આવ્યા છે, જેમાં ટ્વિંકલ ખન્ના દ્વારા તેના રોજિંદા જીવન અને એ જીવનમાં ઉદ્્ભવતી રમૂજને આવરી લેવામાં આવી છે. તો ક્યાંક આપણી જડ માન્યતાઓ અને નકામા આગ્રહો પર ટ્વિંકલે કટાક્ષ પણ કર્યો છે.
છલાં ત્રણ-ચાર વર્ષોથી અભિનેત્રી ટ્વિંક્લ ખન્નાનું એક જુદું જ વ્યક્તિત્વ આપણી સામે આવ્યું છે અને તેઓ લેખિકા તરીકે તો સ્થાપિત થયાં જ છે, પરંતુ તેમની હ્યુમર અને લેખનની શૈલી પણ ખૂબ વખણાય છે. ટ્વિંકલે અત્યાર સુધીમાં બે પુસ્તકો આપ્યાં છે. આ બંને પુસ્તકોએ અંગ્રેજી ભાષામાં ધૂમ મચાવી છે. એમાનું જ એક પુસ્તક ‘મિસિસ ફનીબોન્સ’ હવે ગુજરાતીમાં પ્રકટ થયું છે, જેનો અનુવાદ કર્યો છે જાણીતાં અભિનેત્રી અને રેડિયો જોકી આરતી પટેલે.
હળવી શૈલીમાં લખાયેલી આ હળવી વાતો વાચકોને મજા કરાવી દે એવી છે. જે વાચકો મૂળ અંગ્રેજી પુસ્તક વાંચવાનું ચૂકી ગયા હોય એમના માટે આ અનુવાદ ચૂકવા જેવો નથી.
Courtsey: Divya Bhaskar/Ankit Desai
|