Paratpar Pramukh Swamiji Sathe Mari Adhyatmik Yatra (Gujarati Translation of Transcendence) By APJ Abdul Kalam
પરાત્પર : પ્રમુખસ્વામીજી સાથે મારી આધ્યાત્મિક યાત્રા
એ.પી.જે.અબ્દુલ કલામ અરુણ તિવારી સાથે
ભારતના મહાન વૈજ્ઞાનિક અને પૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ કલામની પ.પુ.પ્રમુખ સ્વામી સાથેની આધ્યાત્મિક યાત્રાનુ વર્ણન કરતા પુસ્તકમાં ડો.અબ્દુલ કલામે પોતાના સર્વોચ્ચ ગુરૂરૂપે પ.પૂ.પ્રમુખ સ્વામી મહારાજને કહ્યા છે. અને તેઓની સાથે થયેલ મુલાકાતોમાં પોતાને થયેલ વિશિષ્ટ અનુભવોને આલેખ્યા છે. આ પુસ્તકમાં કલામ અને પ્રમુખસ્વામી મહારાજના 14 વર્ષથી ચાલ્યા આવતા અવિરત સંબંધોનું સુંદર વિવરણ કરીને જણાવ્યું હતું કે કલામે આ પુસ્તક લખીને વિશ્વના તમામ ધાર્મિક અને નીતિમાન લોકોનું ગૌરવ વધાર્યું છે.
ડો. કલામ દ્વારા લિખિત 'પરાત્પર' પુસ્તક ચાર ભાગમાં વહેંચાયેલું છે. જેમાં પ્રથમ ભાગ ડો. કલામ અને પ્રમુખસ્વામીની મુલાકાત વર્ણવે છે. દ્વિતિય ભાગમાં પ્રમુખ સ્વામી દ્વારા પ્રેરિત બીએપીએસ સંસ્થાના અદ્ભૂત કાર્ય-મૂલ્યોને આવરી લેવામાં આવ્યા છે. ત્રીજા ભાગમાં વિજ્ઞાાન અને અધ્યાત્મ વચ્ચેનો સંબંધ-વાર્તાઓ અગ્રણી વૈજ્ઞાાનિકોના મંતવ્ય પ્રમાણે નિરૃપાયો છે. ચોથા ભાગમાં સર્જનાત્મક નેતૃત્વ ઉપર ઐતિહાસિક મહાપુરુષોના જીવન આધારિત વિચારો આપ્યા છે.
|