Pavitratana Paya Par (Gujarati Translation of House of Cards) By Sudha Murty-Novel
પવિત્રતાના પાયા પર ( આજની સ્ત્રીના સંઘર્ષની સંવેદનશીલ કથા )
સુધા મૂર્તિ
અનુવાદ : શ્રદ્ધા ત્રિવેદી
વિશ્વાસની બુનિયાદ જયારે હચમચે છે.....
આ નવલકથાની નાયિકા મૃદુલા, જિંદગી જીવવાના ઉત્સાહ અને તરવરાટથી ઉભરાતી છે. એક દિવસ એ કર્ણાટકથી મુંબઈ આવે છે અને સંજય નામના એક ટેલેન્ટેડ ડોક્ટર સાથે પ્રેમ થતાં બંને જણા લગ્ન કરીને બેંગ્લોરમાં સ્થાયી થાય છે.
સીધી જણાતી જીંદગીના રસ્તામાં અનેક વળાંકો આવતા હોય છે. મૃદુલાના જીવનમાં પણ એક ભયાનક વળાંક આવ્યો એ કયો વળાંક હતો? એને કયા સંજોગોમાં પતિનું ઘર છોડવું પડ્યું ? શું એને એવું ઘર મળે છે, જ્યાં એ પોતાની રીતે જીવી શકે? આવા ઘરની તલાશ એને શા માટે હતી?
માનવમનના ગૂંચવાડાઓથી ગૂંથાયેલી આ નવલકથા, આજના સમાજ સામે સંબંધોની નિખાલસતા અને ગુનાઈત ભાવનાઓનું પ્રતિબિંબ રજુ કરે છે.
|