Rang Kasumbal Gujarati (Latest Updated 2016 Edition)
રંગ કસુંબલ ગુજરાતી
“ગુજરાતની ગૌરવભરી કહાનીને સાંઈરામની સલામી”
સાંઈરામનાં હસતા અક્ષરની બે આવૃતિ બાદ મે ત્રીજા પુસ્તક સ્વરૂપે રાષ્ટ્રભક્તિથી છલોછલ નવું પૂસ્તક “રંગ કસુંબલ ગુજરાતી” લખ્યું છે. જે ગરવી ગુજરાતના ગીતોનો ગુલદસ્તો અને ગુજરાતી પ્રજાની ખાટી મીઠી વ્યાખ્યાઓના મધૂપડા સમાન છે. 152 પેજનું આ ફોર કલર પુસ્તકનું પ્રત્યેક પેઈજ ગુજરાત ગૌરવ દિન ઉજવે છે. આ પુસ્તક ગુજરાતની કાવ્યમય લયયાત્રા છે. મારા પાંચ વર્ષના કવિતાના અનુષ્ઠાનના પરિપાકે “રંગ કસુંબલ ગુજરાતી “ પુસ્તક ગુજરાત અને ગુજરાતીની અસ્મિતા અને ગૌરવનું પ્રતિબિંબ છે.આ પુસ્તકની અંદર ગુજરાત અને રાષ્ટ્રભક્તિના વિષયો પરના 70 કાવ્યો છે. જેમાં વાંચે ગુજરાત, નર્મદા, કન્યા કેળવણી, બેટી બચાવો,માતૃભાષા વંદના ગૌભક્તિ ગીત પ્રવાસન ગીત આતંકવાદ વિરોધી ગીત જેવા અને ગીતો ગાઈ શકાય તે રીતે લોકઢાળ પર છે. આપણે ગુજરાતીઓના નામે ગુજરાતીઓનો ચિત્તાર રજૂ કરતા અઢળક આચ્છાંદસ છે.ગુજરાતી પ્રજા વિશેના હાસ્ય-વ્યંગ-કટાક્ષ સાથે શૈક્ષણિક મૂલ્યો ધરાવતું આ પુસ્તક યુવાનો અને બાળકો માટે એક રંગીન રેફરન્સ બુક બની રહેશે એવી એમને શ્રદ્ધા છે. એક શિક્ષક, સાહિત્યકાર અને કવિની કલમે લખાયેલું આ પુસ્તક વિશ્વના દરેક ગુજરાતી સુધી પહોંચે તેવી મારી મહેચ્છા છે. કોઈ એક કવિએ માત્ર ગુજરાત પર 70 કાવ્યો સાથે ગુજરાતની ઓળખને એક જ પુસ્તકમાં રંગબેરંગી રીતે કંડારી હોય તેવો કદાચ આ પ્રથમ પ્રયાસ છે ત્યાર ગુજરાતીઓના સ્વપ્ના અને ગુજરાતીઓની ગૌરવગાથાના ત્રિવેણી સંગમ સમુ આ પચરંગી પુસ્તક સૌના હ્યદય સુધી પહોંચશે એવી અમને શ્રદ્ધા છે. રાષ્ટ્રીય ઉત્થાનના આ સ્વર્ણિમ યજ્ઞમાં રંગ કસુંબલ ગુજરાતી એક ચંદનની આહૂતિ નિવડશે.
|