રણમાં ખીલ્યું ગુલાબ - ભાગ- 3 Rannma Khilyu Gulab (Part 3 ) ( Short Stories)
ડો. શરદ ઠાકર
ટૂંકી વાર્તાઓનું કલેક્શન
ગુજરાતી ભાષામાં ડો. શરદ ઠાકરની કલમનુ મૂલ્ય શરદ ઋતુ જેવું છે. એ પોતાની કલમ દ્વારા રણમાં ગુલાબ ખીલવે છે કોઈ પણ વાર્તાને તેઓ રસપ્રદ શૈલીમાં રજુ કરે છે લેખના શીર્ષક તરીકે કવિતાની પંક્તિઓ તેમની મુખ્ય ખાસિયત રહી છે.
ડો.શરદ ઠાકર વ્યવસાયે તબીબ હોવાં છતાં છે એક લોકપ્રિય અને અનોખા સર્જક પણ છે..‘દિવ્ય ભાસ્કર’દૈનિકની બુધવારની પૂર્તિ ‘કળશ’માં ‘ડોક્ટરની ડાયરી’ અને રવિવારની પૂર્તિ ‘સન્ડે ભાસ્કર’માં પ્રસિદ્ધ થતી એમની લોક પ્રિય કોલમ‘રણમાં ખીલ્યું ગુલાબ’ના લેખક ડો..શરદ ઠાકર ઘણાં વર્ષોથી શબ્દોની આરાધના કરીને એમની કલમની કરામતનો ગુજરાતી વાચકોને પરિચય કરાવી રહ્યા છે..એમાંય ખાસ કરીને યુવા વાચકોની તો એમણે પુષ્કળ ચાહના પ્રાપ્ત કરી છે.
સમાજમાં જીવાતા જીવનમાંથી જડેલી વાર્તાઓ,હ્રદય સ્પર્શી પ્રસંગોને આવરી લેતાં ડો.શરદ ઠાકરનાં આજ દિન સુધી લગભગ ૩૫થી એ વધુ પુસ્તકો બહાર પડી ચૂક્યાં છે.ડો.ઠાકર માણસના દિલને સ્પર્શે તેવી વાતને ખૂબજ સરળતાથી રજુ કરે છે.તેમની કલમમાંથી હૃદયને સ્પર્શે એવી રસાળ શૈલીમાં શબ્દો સાહજિકતાથી નીતરે છે.એક સાથે એક આંખમાં આંસુ અને બીજી આંખમાં મુસ્કાન લાવવાની તાકાત આ ગુજરાતી સર્જકમાં રહેલી છે.
|