સરળ વૈદિક ગણિત - ધવલ બથિયા
Vedic Mathematics Made Easy Now In Gujarati
- શું તમે ૨૩૧૦૭૨ ને ૧૧૦૬૪૯ સાથે ગુણાકાર કરી જવાબ ફક્ત એક જ લીટીમાં લાવી શકો છો ?
- શું તમે 262144 અથવા 704969 નું ઘનમૂળ ફક્ત બે સેકન્ડમાં શોધી શકો છો?
- શું તમે વ્યક્તિની જન્મતારીખ તેણે કહ્યા વગર જ જાણી શકો છો ?
- શું તમે વર્ગો , વર્ગમૂળ, ઘનમૂળ, તેમજ બીજા દાખલાઓની ગણતરી માનસિક રીતે કરી શકો છો ?
આ બધું જ અને ઘણું બધું વૈદિક ગણિતની પધ્ધતિઓથી શક્ય છે. જે આ પુસ્તકમાં શીખવાડવામાં આવી છે. આ પદ્ધતિઓ વિદ્યાર્થીઓ , ધંધાદારીઓ તેમજ વ્યવસાયિક વ્યક્તિઓને ઉપયોગમાં આવી શકે છે. વેદિક ગણિતની પધ્ધ્તીઓએ લાખો વિદ્યાર્થીઓને સંખ્યાની ભયભરી દુનિયામાંથી બહાર આવવા અને તેમના ગુણ વધારવામાં મદદ કરી છે. પ્રાથમિક અને માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓને વેદિક ગણિતની પદ્ધતિઓ ખુબ જ ઉત્સાહ ભરી અને સરળ લાગે છે. જેઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓ જેવી કે એમબીએ, એમસીએ, સીઈટી , યુપીએસસી ,જીઆરઈ ,જીમેટ વગેરે આપી રહ્યા હોય તેઓને પણ વૈદિક ગણિતની પધ્ધ્તીઓએ પરીક્ષામાં ઉચ્ચ ગુણાંક મેળવવામાં મદદ કરી છે.