Secular Idiot – Gunvant Shah
સામે પક્ષે રહેલું એક મીલીગ્રામ જેટલું સત્ય પણ ન સ્વીકારે તે મનુષ્ય "ઇડિયટ' કહેવાય. આખરે હિંદુ-મુસ્લિમ સમસ્યા એટલે શું? એ જ કે તમારી જડતા કરતાં અમારી જડતા અધિક પવિત્ર છે. છેલ્લાં સાઠ વર્ષથી સેક્યુલર ગણાતા લોકો એવું માનતા-મનાવતા રહ્યા છે કે હિંદુ જડતા નિંદનીય ખરી, પરંતુ મુસ્લિમ જડતા નિંદાથી પર છે. જડતા એટલે જડતા એટલે જડતા! જડતાની નિંદા કરવામાં પક્ષપાત ન હોય. આ પુસ્તક કઠોર તટસ્થતા અને કડવી તર્કસ્થતા લઈને આવ્યું છે.
|