Tom Sawyer Na Parakramo (Gujarati Translation of The Adventures of Tom Sawyer)
By Mark Twain
Translation By Dhiruben Patel
ટૉમ સૉયરના પરાક્રમો
માર્ક ટ્વેઇન
અનુવાદક : ધીરુબહેન પટેલ
ટૉમ સૉયરનાં પરાક્રમોની કે હકલબરી ફિનનાં પરાક્રમોની વાતો જેણે વાંચી નથી એણે ક્યારેય પોતાની કિશોરાવસ્થાને માણી નથી એવું મારું માનવું છે. માર્ક ટ્વેઈનની આ બે મશહૂર નવલકથા એના મૂળ અંગે્રજી પુસ્તકો કે એના ધીરુબેન પટેલે કરેલા ગુજરાતી અનુવાદો આજે જ મગાવીને વાંચી લેવા જોઈએ, જો અત્યાર સુધી ન વાંચ્યા હોય તો, અને વાંચી લીધાં હોય તો ફરી વાંચવા જોઈએ.
ધ ઍડવેન્ચર્સ ઑફ ટૉમ સૉયર કે ઍડવેન્ચર્સ ઑફ હકલબરી ફિન આજે પણ તમે વાંચો છો ત્યારે એ અંગ્રેજી પાનાઓ વચ્ચેથી મધુસૂદન વૈદ્યનો રણકતો ગુજરાતી અવાજ તમને સંભળાય છે. ટૉમ સૉયરનાં પરાક્રમોની નવલકથાના પ્રથમ પ્રકરણનો આરંભ જગમશહુર છે અને ધીરુબેન પટેલના અનુવાદના શબ્દો પણ:માર્ક ટ્વેઇનની જાણીતી કૃતિ અને જગતસાહિત્યની અમોલી મૂડી સમાન 'એડવેન્ચરસ ઑફ ટૉમ સૉયર'નો સરળ અને રસાળ અનુવાદ.
|