Udaan (Gujarati Translation of A Flight of Pigeons) By Ruskin Bond
ઉડાન -રસ્કિન બોન્ડ
રસ્કિન બોન્ડનો જન્મ હિમાચલ પ્રદેશના કસૌલી ગામમાં ૧૯ એપ્રિલ,૧૯૩૪માં થયો હતો. ત્યારબાદ ગુજરાતના જામનગર શહેરમાં તેમનું બાળપણ વીત્યું હતું.
-
· રસ્કિન બોન્ડે ૧૦૦ જેટલી શોર્ટ સ્ટોરીઝ, નિબંધ, નોવેલ્સ તથા ૩૦થી પણ વધારે બાળકો માટેનાં પુસ્તકો લખ્યાં છે. ‘The Night Train at deoli’, ‘Time Spots At Shamli’અને ‘Our Trees Still Grow In dehra’. આમ, ત્રણ તેમની સ્ટોરીઝ પેંગ્વિન ઇન્ડિયા દ્વારા પબ્લિશ થઈ છે.
-
· તેમણે બે એન્થોલોજિસ ‘The Penguin Book of Indian Ghost Stories’ અને ‘The Penguin Book of Indian Railway Stories’પણ લખી છે.
-
· રસ્કિન બોન્ડે તેમની સૌ પ્રથમ વાર્તા ‘The Room on The Roof’માત્ર ૧૭ વર્ષની ઉંમરે લખી હતી. જેને ૧૯૫૭માં જ્હોન લેવેલ્યન રાઇસ મેમોરિયલ પ્રાઇઝ મળ્યું હતું. આ બાદ બોન્ડે‘Vagrants In The Valley’ વાર્તા પણ લખી, જેણે પણ તેમનો એ જ જાદુ બરકરાર રાખેલો.
-
· રસ્કિન બોન્ડને ભારતના સારામાં સારા અંગ્રેજી લેખક તરીકેનો સાહિત્ય એકેડેમી એવોર્ડ ૧૯૯૨માં મળેલ છે.
-
· રસ્કિન બોન્ડ એક ઇમાનદાર લેખક હતા. તેમની લેખનશૈલીમાં ક્યારેય ખોટો દેખાડો રહ્યો નથી. બોન્ડ હંમેશાં કહેતાં કે દેશમાં એવી ઘણી ભાષાઓ છે, જેની ઉપર લેખકોએ લખવું જોઈએ, જેથી જે-તે ભાષાના લોકો સરળતાથી વાંચી શકે.
-
· બોન્ડ કહેતાં કે દરેક લેખકે પોતપોતાની માતૃભાષામાં લખવું જોઈએ. બોન્ડનું કહેવું હતું કે જે લખવાનું જાણે છે, જેને ભગવાને લેખનકાર્યની સુંદર ભેટ આપી છે તેમણે અવશ્ય પેન પર હાથ અજમાવીને દુનિયાને લખાણ રૂપે ભેટ આપવી, પરંતુ ખૂબ જ પ્રામાણિક લખાણની ભેટ આપવી.
-
· રસ્કિન બોન્ડની એક ખૂબ જાણવાલાયક વાત હોય તો એ છે કે તેમની લગભગ દરેક વાર્તાઓમાં હિમાલય પર્વતનો ઉલ્લેખ જરૂરથી થાય છે.
-
· બોન્ડની લેખનશૈલીના ચાહકો પણ અઢળક પ્રમાણમાં મળી આવે છે. તેમની વાર્તાઓમાં હિલસ્ટેશન તથા પહાડી વિસ્તારો વધુ જોવા મળે છે.
-
· બોન્ડ તેમની પહેલી વાર્તાથી જ લેખનકાર્યને ખૂબ જ ગંભીરતાથી લેતા, જેના ફળ સ્વરૂપે રસ્કિન બોન્ડ આજે ભારતમાં ખૂબ જાણીતું નામ તથા સ્થાન ધરાવે છે.
|