Agan Pankh (Gujarati Translation of 'Wings of Fire') By: A P J Abdul Kalam (Autobiograhy)
અગનપંખ ( અંગ્રેજી પુસ્તક વિંગ્સ ઓફ ફાયર નો ગુજરાતી અનુવાદ ) આત્મકથા
એ.પી.જે.અબ્દુલકલામ. અનુવાદક :- હરેશ ધોળકિયા
ભારતના મિસાઈલના પિતામહ અને ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્પતિ ડૉ. અવુલ પાકીર જૈનુલબ્દ્દીન અબ્દુલ કલામ ( એ.પી.જે.અબ્દુલકલામ ) વૈજ્ઞાનિક ઉપરાંત લેખક પણ હતા. તેમને ‘ ઇન્ડિયા :એ. વિઝન ફોર ધ ન્યુ મિલેનિયમ અને ઇગ્નાઈટેડ માઈન્ડ નામના અંગેજીમાં લખેલાં પુસ્તકો છે. તેમણે અરુણ તિવારીના સહકારથી પોતાની આત્મકથા વિન્ગ્ઝ ઓફ ફાયર લખી છે.તેનો ગુજરાતી અનુવાદ અગનપંખ હરેશ ધોળકિયાએ કર્યો છે. આ માત્ર તેમની આત્મકથા જ નથી;આધુનિક ભારતીય અવકાશ વિજ્ઞાનનો ઇતિહાસ છે.
ડૉ. કલામની સફળતા કે નિષ્ફળતાની જ અંગત કથા માત્ર નથી, પણ પ્રોધોગીકી ક્ષેત્રે સંઘર્ષ કરતાં આધુનિક ભારતની કહાની છે. ઈશ્વરના અનહદ આશીર્વાદની કામના સાથે ડૉ. કલામ ઈશ્વરની ભવ્યતાને વર્ણવે છે. અને વિન્રમતાપૂર્વક કહે છે કે કદી નાના કે અસહાય ન અનુભવવું , આપણે બધાં આપણામાં દિવ્ય અગ્નિ સાથે જન્મ્યા છીએ. આ આત્મકથામાં પ્રો. સારાભાઈ , સતીશ ધવન , ડૉ.બ્રમપ્રકાશ , જર્મન રોકેટ વિજ્ઞાની વોનબરોન જેવા મહાન વૈજ્ઞાનિકો સાથેના સંસ્મરણો સાથે આ લેખની આ કથા માત્ર આત્મકથા બની ન રહેતા જીવનોપયોગી પુસ્તક હોવાનો ઉત્તમ નમૂનો પૂરો પાડે છે. શ્રી હરેશ ધોળકિયાએ આ પુસ્તકનો ખુબ જ સુંદર અનુવાદ કર્યો છે.
|