Sardar Patel Ek Sinh Purush By Dr.Rizwan Kadri
સરદાર પટેલ એક સિંહપુરુષ : બ્રિસ્ટર થી સરદાર સુધી -ડો. રિઝવાન કાદરી
સરદારના જીવનની પહેલી ચૂંટણી,પહેલી રાજકીય જીત-હાર, અમદાવાદ સુધરાઈની કારકિર્દી, શહેરના વિકાસ માટે એમનો દૂરંદેશી અભિગમ, સમાજશાસ્ત્રી સરદાર જેવી અનેક બાબતો આ પુસ્તકની વિશેષતા છે. આત્મશ્રદ્ધાથી ઉભરાતા એક નીડર અને જાહેરહિતોને વરેલા એક નેતા કેવા હોવા જોઈએ એનું ઉત્તમ દ્રષ્ટાંત આ પુસ્તક પૂરું પાડે છે.
પટેલ હૈયે લોખંડી પુરુષ અને કર્મે સિંહપુરુષ હતા. જે રીતે ગાંધીજી ‘મહાત્મા’ બન્યા, એ રીતે સરદાર પટેલ ‘બેરિસ્ટર’માંથી ‘સરદાર’ બન્યા હતા. એમની આ જાંબાઝ જીવનયાત્રાને ઈતિહાસના મર્મજ્ઞ લેખકે હૃદયંગમ શૈલીમાં વર્ણવી છે વલ્લભભાઈને ‘સરદાર’ બનાવનાર ગાંધીજીએ જ એમને ‘સિંહપુરુષ’ તરીકે નવાજ્યા હતા. સરદારના જીવનકાર્ય વિષે થોકબંધ લખાયું છે, પણ આ પુસ્તકમાં સરદારની પ્રારંભિક કારકિર્દીની વાત છે, જે ઓછી પ્રચલિત છે. સાથે કેટલાક વિરલ દસ્તાવેજો પણ રજૂ કરાયા છે. સરદારે આઝાદી ચળવળમાં નેતાગીરી લીધેલી પણ ૩૫ વર્ષની ઉંમરે (૧૯૧૦ની સાલમાં) ઈગ્લેન્ડ ગયા ત્યારથી બારડોલી સત્યાગ્રહ (૧૯૨૮)સુધી પણ એમના નેતૃત્વના ગુણો ઝળકતા રહેલા એનાં આલેખન પણ ઘણાં રસપ્રદ છે. તેમના જાહેરજીવનનું ઘડતર અમદાવાદમાં થયું હતું. સરદારના જીવનની પહેલી ચૂંટણી,પહેલી રાજકીય જીત-હાર, અમદાવાદ સુધરાઈની કારકિર્દી, શહેરના વિકાસ માટે એમનો દૂરંદેશી અભિગમ, સમાજશાસ્ત્રી સરદાર જેવી અનેક બાબતો આ પુસ્તકની વિશેષતા છે. આત્મશ્રદ્ધાથી ઉભરાતા એક નીડર અને જાહેરહિતોને વરેલા એક નેતા કેવા હોવા જોઈએ એનું ઉત્તમ દ્રષ્ટાંત આ પુસ્તક પૂરું પાડે છે.
|