Alice In Wonderland (Gujarati Book) By Lewis Caroll
એલિસ ઈન વન્ડરલેન્ડ
લિવિસ કૈરૉલ
બાળકીની જિદ પર બનેલી જાદુઈ દુનિયાની એલિસ ઈન વન્ડરલેન્ડ
૧૮૩૨માં જન્મીને ૧૮૯૮માં ગુજરી ગયેલા આ લેખકની પરીકથા 'એલિસ ઈન વન્ડરલેન્ડ' બેસ્ટસેલરની યાદીમાં મોખરાની હરોળે છે.તેમનાં દ્વારા લખાયેલું આ પુસ્તક બ્રિટિશ લાઇબ્રેરી માટે કિંમતી ખજાના જેવું હતું.ડૉદસનને બાળકો પ્રત્યે ખૂબ જ પ્રેમ હતો. તેમનાં કૉલેજ ક્રાઇસ્ટ ચર્ચનાં ડીનનાં ત્રણ બાળકો લૉરિના, એલિસ અને એડિથ તેમનાં મિત્ર હતા. 1862નાં ઉનાળાની વાત છે, તેઓ બાળકોને લઈને બોટિંગ કરવા નીકળ્યા હતા. તે દિવસે તેમણે બાળકોને એલિસની જાદુઈ દુનિયામાં પહોંચવાની કહાણી સંભળાવી.
આ કહાણી સાંભળીને 10 વર્ષની એલિસ એટલી ખુશ થઈ ગઈ કે તે ડૉજસનને જિદ કરી બેઠી કે તેને એક કહાણી લખીને આપે. તેમણે એલિસની ખુશી માટે લખવાનું શરૂ કર્યું. 37 ચિત્રોનું આ પુસ્તક નવેમ્બર 1864માં એલિસને ભેટમાં મળ્યું હતું.
|