Alice In Wonderland (Gujarati Translation) By Lewis Carrol
એલિસ ઈન વન્ડરલેન્ડ
લિવિસ કૈરૉલ
એલિસ ઇન વન્ડરલેન્ડ એ 1865માં અંગ્રેજ લેખક ચાર્લ્સ લ્યુટવિજ ડોડસન દ્વારા લુઇસ કેરોલ ઉપનામે લખવામાં આવેલી એક નવલકથા છે. તેમાં એલિસ નામની એક છોકરીની વાર્તા છે જે સસલાંના દરમાં પડી ગયા બાદ કલ્પનાના વિશ્વમાં જતી રહે છે જ્યાં વિચિત્ર અને માનવીની જેમ બોલી શકતા જીવો વસવાટ કરે છે. આ વાર્તામાં ડોડસનના મિત્રોનો અછડતો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. વાર્તા એ પ્રકારના તર્ક સાથે આગળ વધે છે કે બાળકોની સાથે પુખ્તવયના લોકોમાં પણ તે ઘણી લોકપ્રિય બની છે. તેને સાહિત્યિક નોનસેન્સ શૈલીનું શ્રેષ્ઠ ઉદાહરણ ગણવામાં આવે છે. અને તેની વર્ણનાત્મક પદ્ધતિ તથા માળખું અત્યંત અસરકારક છે
બાળકીની જિદ પર બનેલી જાદુઈ દુનિયાની એલિસ ઈન વન્ડરલેન્ડ
૧૮૩૨માં જન્મીને ૧૮૯૮માં ગુજરી ગયેલા આ લેખકની પરીકથા 'એલિસ ઈન વન્ડરલેન્ડ' બેસ્ટસેલરની યાદીમાં મોખરાની હરોળે છે.તેમનાં દ્વારા લખાયેલું આ પુસ્તક બ્રિટિશ લાઇબ્રેરી માટે કિંમતી ખજાના જેવું હતું.ડૉડસનને બાળકો પ્રત્યે ખૂબ જ પ્રેમ હતો. તેમનાં કૉલેજ ક્રાઇસ્ટ ચર્ચનાં ડીનનાં ત્રણ બાળકો લૉરિના, એલિસ અને એડિથ તેમનાં મિત્ર હતા. 1862નાં ઉનાળાની વાત છે, તેઓ બાળકોને લઈને બોટિંગ કરવા નીકળ્યા હતા. તે દિવસે તેમણે બાળકોને એલિસની જાદુઈ દુનિયામાં પહોંચવાની કહાણી સંભળાવી.
આ કહાણી સાંભળીને 10 વર્ષની એલિસ એટલી ખુશ થઈ ગઈ કે તે ડૉડસનને જિદ કરી બેઠી કે તેને એક કહાણી લખીને આપે. તેમણે એલિસની ખુશી માટે લખવાનું શરૂ કર્યું. 37 ચિત્રોનું આ પુસ્તક નવેમ્બર 1864માં એલિસને ભેટમાં મળ્યું હતું.
|