અર્ધજાગ્રત મન:અલ્લાદ્દીનનો જાદુઈ ચિરાગ - રાજુ અંધારિયા
અર્ધજાગ્રત અથવા સબકોન્શ્યસ માઈન્ડ આપણું ગુલામ છે. એ આપણાં હુકમોનું અક્ષરશ: પાલન કરે છે, તો પછી આપણી મનચાહી સફળતા મેળવવા માટે એનો ઉપયોગ શા માટે ન કરીએ?
માનવમન અધભુત છે.મન માં રહસ્ય પામવા માટે આ પૃથ્વીલોક પર કેટલાંય લોકોએ પોતાની આખી જિંદગી ખર્ચી નાખી છે,એમ છતાં મનનો સપૂર્ણ તાગ પામી શક્યો નથી.આમ છતાં એક વાત તો નક્કી જ છે. મનને જે જીતે છે એ વિશ્વની બધી બાજી જીતી જાય છે.અને મનથી જે હારી જાય છે અને કોઈ રસ્તો જ સુજતો નથી.
આવા શક્તિશાળી મનના બે ભાગ છે: એક છે જાગ્રત મન અને બીજું અર્ધજાગ્રત મન.જાગ્રત મન દરેક ઘટનાને તર્કના ત્રાજવે તોળે છે. એ કોઈ બાબત નો સ્વીકાર કરી લે છે. અથવા એને નકારી કાઢે છે.જીવનભર આપને જે કઇ શીખીએ છીએ એ જાગ્રત મનના કારણે.
|