Asha Ane Dhiraj (Gujarati Translation of The Count of Monte Cristo) by Alexandre Dumas
આશા અને ધીરજ ( 'કાઉન્ટ' ઓફ મોન્ટેક્રિસ્ટો'અંગ્રેજી પુસ્તકનું ગુજરાતીભાષાંતર )
લેખક: એલેક્ઝાંડર ડૂમા
અનુવાદક: ગોપાલદાસ જીવનભાઈ પટેલ
માનવ ડહાપણનો કુલ સાર આ બે શબ્દોમાં સમાયેલો છે : 'આશા અને ધીરજ.' આ મૂળ તો 'કાઉન્ટ' ઓફ મોન્ટેક્રિસ્ટો' જેવી ફેવરીટ કલાસિકનું લાસ્ટ સેન્ટેન્સ છે. આ એલેકઝાન્ડર ડૂમાની કથાએ તો દુનિયાને ઘેલું લગાડયું છે. બોલીવૂડની તમામ રિવેન્જ સ્ટોરીની ગંગોત્રી આ સદીઓ જૂની ફ્રેન્ચ કહાનીમાં છે. ગુણવંતરાય આચાર્યથી સરલા જગમોહન સુધીનાએ એના વિસ્તૃત અનુવાદો કર્યા એ અત્યારે અપ્રાપ્ય છે. ગોપાલદાસ પટેલે કરેલો દીર્ધ અનુવાદ પણ સર્ક્યુલેશનમાં નથી, પણ એમનો આ સંક્ષિપ્ત અનુવાદ હમણાં ફરી ઉપલબ્ધ થયો છે. એક ભોળો પણ દિલ ફાડીને પ્રેમ કરતો ખલાસી, એની ઈર્ષા કરી દોસ્તના સ્વાંગમાં એની બજાવતા નાલાયક શેતાનો, એમને મદદ કરતી જજ સહિતની આખી સિસ્ટમ અને સાચા માણસ પાસેથી છીનવાઈ જતી એની જિંદગી. એની સાથે વિશ્વાસઘાત કરનાર મિત્રે જ ભોળવીને ફસાવી લીધી એની પ્રેયસી મર્સિડીસ. તબાહ થઇ ગયો એનો પરિવાર. વેચાઇ ગયું ઘર. ખતમ થઇ ગયું જુવાની અને કારકિર્દીનું જહાજ ! અને જેલમાં મળ્યો એને એક મસીહા. એણે આપી જાલિમ જમાના સામે વેર લેવાની લાયકાત અને પલટાવી તકદીર. ફિર ? ૧૪ વર્ષ પછી પોતાના નગરમાં ઠાઠમાઠ સાથે પાછા ફરેલા ખલાસીનું શું થયું, એણે શું કર્યું, એ શું શીખ્યો ? વન્સ મોર, પઢો બારબાર.
|