Bhajanras
ભજનરસ
મકરન્દ દવે
ભજનનો ખરો રસ તો તેના અસલી ઢાળમાં અને અંદરની આરતથી તે ગવાય, તેમાં રહેલો છે ભજન શબ્દ વડે કહે છે તે કરતા સૂર વડે વધુ કહે છે આ શબ્દ-સૂરના સંગાથથી જે વાતાવરણ રચાય છે તેમાં જો મનુષ્યનો પ્રાણ સ્પદિત થઇ ઉઠે તો ભજન પૂરું સમજાય
ભજનોનો જે અર્થબોધ અહીં આપવામાં આવ્યો છે તે ફક્ત વિવરણ, સમજુતી કે આસ્વાદ રૂપે નથી, પરંતુ ભજનની સાથે હૃદય જયારે એકતાર બને છે ત્યારે જે નવી અનુભૂતિઓ પાંગરે છે, તેને રજુ કરવાનો પ્રયાસ છે ગોરખ, કબીર તથા મીરાના જે ભજનો અહીં આપ્યા છે તે આપણી ભજન મંડળીમાં
ગવાતા ભજનો છે.
|