BUSINESS FUNDA
આજનો યુગ માહિતીનો યુગ છે, પણ એ માહિતી મેળવવા માટે દરેક ક્ષેત્રનું જ્ઞાન હોવું અનિવાર્ય છે. માહિતી અને જ્ઞાન એ કોઈ પણ બિઝનેસના બે ફેફસાં છે. બિઝનેસ નાનો હોય કે મોટો એને અપડેટ રાખવા માટે માહિતી અને એના વિકાસશીલ ગ્રાફને સતત વધતો રાખવા માટે જ્ઞાન મહત્ત્વનો ભાગ ભજવે છે. બજારની નાડ પારખી સફળ પરિણામના ઊજળા ભવિષ્યનો ભાગ ભજવે છે. બજારની નાડ પારખી સફળ પરિણામના ઊજળા ભવિષ્યનો અંદાજ કેવી રીતે મેળવવો એનો પાઠ આ પુસ્તકમાંથી શીખવા મળે છે. એ જ બિઝનેસ ટકાઉ, પરિણામલક્ષી અને ફળદાયી બની શકે, જેના પાયમાં "બિઝનેસ FUNDA' હોય. તો શું છે આ "બિઝનેસ FUNDA'? જુઓ, આ પુસ્તકમાં... ગતિને પ્રગતિમાં અને તકને તકદીરમાં ફેરવવાનો મંત્ર એટલે જ "બિઝનેસ FUNDA'. જિંદગી જીવવી એ આર્ટ હોય, તો મૅનેજમૅન્ટ અને બિઝનેસને કઈ રીતે "લાઈવ' રાખવાં એ ફાઇન આર્ટ છે. આવું, આર્ટ અને ફાઇન આર્ટનું ઝીણું ઝીણું નકશીકામ આપને આ પુસ્તકના પાને પાને જોવા મળશે.
|