Charak Samhita Gujarati Book (Set of 2 Books) By Dayalal Parmar
ચરકસંહિતા : ભાગ 1 અને 2- વૈદ્ય દયાલ પરમાર મહર્ષિ પુનર્વસુ આત્રેયોપદિષ્ટ, શ્રીમદગ્નિવેશપ્રણીત, ચરક અને દૃઢબલ દ્વારા પ્રતિસંસ્કૃત વિરચિત ચરક સંહિતા ( ભાગ 1 અને 2 ) મૂળ શ્લોકો સાથેનો સરળ ગુજરાતી અનુવાદ: આયુર્વેદ સાહિત્યમાં ચરકસંહિતાની તોલે આવી શકે તેવો બીજો ગ્રંથ નથી ચરકસંહિતા આર્ષ ગ્રંથ છે. ચરક સંહિતા એ હિંદુ ધર્મનો આયુર્વેદ વિષયનો અતિસુક્ષ્મ પરિચય આપતો એક પ્રસિદ્ધ ગ્રંથ છે. આ ગ્રંથ સંસ્કૃત ભાષામાં લખવામાં આવેલ છે. આ ગ્રંથના ઉપદેશક અત્રિપુત્ર પુનર્વસુ, ગ્રંથકર્તા અગ્નિવેશ તેમ જ પ્રતિસંસ્કારક મહર્ષિ ચરક છે. પ્રાચીન સમયના પરિશીલનથી જ્ઞાત થાય છે કે, તે સમયમાં ગ્રંથ અથવા તંત્રની રચના શાખાના નામથી કરવામાં આવતી હતી. જેમ કે કઠ શાખામાં કઠોપનિષદ્ બન્યું છે. શાખાઓ અથવા ચરણ એ સમયની વિદ્યાપીઠ હતી, જ્યાં અનેક વિષયોનું કા અધ્યયન કાર્ય કરવામાં આવતું હતું. અત: સંભવ છે, ચરકસંહિતાનો પ્રતિસંસ્કાર ચરક શાખામાં થયો હોય. ભારતીય ચિકિત્સા શાસ્ત્રમાં ત્રણ મુખ્ય નામ છે - ચરક, સુશ્રુત અને વાગ્ભટ્ટ. ચરકના નામથી જેમ ચરક સંહિતા છે, તે જ રીતે સુશ્રૂતના નામથી સુશ્રૂત સંહિતા. ચરક સંહિતા, સુશ્રૂત સંહિતા તથા વાગ્ભટ્ટનો અષ્ટાંગ સંગ્રહ આજના સમયમાં પણ ભારતીય ચિકિત્સા વિજ્ઞાન (આયુર્વેદ)ના માનક ગ્રંથ છે. આ ગ્રંથોની પ્રામાણિકતા અને પ્રાસંગિકતા માટેનું અનુમાન એ બાબત પરથી કરી શકાય છે કે જ્યાં ગ્રીક અને રોમન ચિકિત્સા પદ્ધતિઓનાં તત્કાલીન પુસ્તકોનાં નામ સ્વયં એ ચિકિત્સા પદ્ધતિના ચિકિત્સકો પણ જાણતા નથી. આ ગ્રંથ આજે પણ અભ્યાસક્રમનું અંગ છે.
|