ધર્મ -મહાવીરવાણીનો અનુવાદ -ઓશો
ઓશોના પુસ્તક " મહાવીરવાણી-૧ " ૧૯ થી ૨૭ પ્રકરણોનો ગુજરાતી અનુવાદ " ધર્મ " છે. પ્રસ્તુત પુસ્તકમાં ઓશોએ મહાવીરના ધર્મ,સત્ય,બ્રહ્મચર્ય,અપરિગ્રહ,અરાત્રીભોજન,વિનય અને ચતુરંગીય સૂત્રોને યુગપત બનાવ્યા છે. "બ્રહ્મચર્ય" ના અર્થને,વિજ્ઞાનને સમજ્યા વિના બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા લઇ વિકૃતિ નોતરતા સાધુઓને ચીમકી આપતાં બ્રહ્મચર્ય વિશેનો મહાવીરનો અર્થ સમજાવે છે.જૈનોમાં બીજો શબ્દ અપરિગ્રહ જેનો સ્થૂળ અર્થ વસ્તુઓનો ત્યાગ છે અને તેજ અર્થ સ્વીકૃત છે પણ ઓશો તેનો ઊંડાણભર્યો અર્થ બતાવે છે.તેજ પ્રમાણે અરાત્રી ભોજનનું વિજ્ઞાન સમજાવે છે.
|