નમો અરિહંતાણમ્ મંત્ર ( મહાવીર- વાણીનો અનુવાદ ) - ઓશો
એક અદ્દભુત વાત એ છે કે "નમો અરિહંતાણ" મંત્રમાં કોઈ વ્યક્તિનું નામ નથી. મહાવીર, પાર્શ્વનાથકે કોઈ બીજા તીર્થંકરનું નામ નથી - જૈન પરંપરાનું કોઈ નામ નથી. કારણકે જૈન પરંપરાને એ સ્વીકારે છે કે 'અરિહંત' માત્ર જૈન પરંપરામાં જ નથી થયા, બીજી પરંપરાઓમાં પણ અરિહંત થયા છે. તો આ નમોકાર કોઈ ખાસ અરિહંતને નહી, બધા અરિહંતોને છે. આ એક વિરાટ નમસ્કાર છે, વિશ્વના બીજા કોઈ ધર્મમાં, આવો સર્વાંગીણ, આવો સર્વસ્પર્શી મહામંત્ર વિકસિત થયો નથી. એનો જાણે કોઈ વ્યક્તિ કેન્દ્રિત ખ્યાલ નથી, શક્તિ તરફ ધ્યાન છે. આ મંત્રમાં રૂપ પર ધ્યાન નથી, જે અરૂપ સત્તા છે તેના તરફ ધ્યાન છે. અરિહંતોને નમસ્કાર !
|