ફાઈન્ડ યોર ફિટનેસ
ડો. મુકુન્દ મહેતા
તંદુરસ્તી મેળવવી એ સાવ સરળ વાત છે.
જનસામાન્યના અનેક આબાલ-વૃદ્ધ સ્ત્રી-પુરુષોને આજના ધમાલિયા જીવનમાં ખોવાઈ ગયેલી અને ગુમાવેલી તંદુરસ્તીને મેળવવાના પ્રયાસમાં 'ફાઈન્ડ યોર ફિટનેસ ' પુસ્તક એક આધારસ્તંભ બનશે એ સૌ કોઈ સ્વીકારે તેવું સત્ય છે.
ડો. મુકુન્દ મહેતાએ 'ફાઈન્ડ યોર ફિટનેસ ' માં તંદુરસ્તી જાળવવાના અને રોગ રહિત જીવન ગાળવાના સરળ રસ્તા બતાવ્યા છે. આજના જમાનામાં જયારે વૈધકીય સારવાર અને ઉપચાર ખર્ચાળ થઇ ગયા છે. ત્યારે ડો.મહેતાએ દર્શાવેલા ઉપાયોથી સામાન્યજનને ચોક્કસ ફાયદો થશે તેવો વિશ્વાસ છે.
ડો.મેહતા એમ.ડી,છે, ફિટનેસ સ્પેશિયાલિસ્ટ છે. અને આરોગ્યના અનેક પાસાંઓના અભ્યાસી છે. તેમના લખાણોનો આ છઠ્ઠો ગ્રંથ તેમના અનુભવનો અક્ષરદેહ છે, તંદુરસ્તી મેળવવાના સરળ માર્ગનો અદ્દભુત નકશો છે. લોકપ્રિય દૈનિક 'ગુજરાત સમાચાર' માં છેલ્લા ૧૮ વર્ષથી પ્રસિદ્ધ થતાં 'ફિટનેસ' કોલમના પસંદ કરેલા લેખોનો સંગ્રહ .
ડો.મુકુન્દ મહેતા લિખિત અન્ય પુસ્તકો
|