હૃદયરોગથી મુક્તિ- ડો.બિમલ છાજેર
વગર ઓપરેશને હૃદયરોગથી મુક્તિ : પાંચ સરળ ઉપાય
હૃદયરોગ થયા પછી દવા અને ઓપરેશન વગર તંદુરસ્તી તથા જીવનશક્તિ પાછી મેળવવા માટે
બાયપાસ ને બાયપાસ
હૃદયરોગમાં અજ્ઞાનતા, ખોટી માહિતી અને અધકચરી જાણકારી અગત્યનો ભાગ ભજવે છે. આપણું માનવ-શરીર એ એક અદ્દભુત મશીન છે અને તે તંદુરસ્તીથી પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે યોગ્ય પોષણ અને કાળજી માંગે છે.
હૃદયરોગને મટાડવાના અને તેને અટકાવવાના પાંચ સરળ ઉપાયો આ પુસ્તકમાં આવરી લેવાયા છે.
1 જાણકારી (માહિતી)
2 તાણ ઘટાડવી
3 ખોરાકમાં ફેરફાર
4 યોગ અને ધ્યાન
5 વ્યાયામ
હૃદયરોગીઓ માટે આ એક આદર્શ પુસ્તક છે. તે ઉપરાંત જેઓને હૃદયરોગ થવાની શક્યતા છે- હાઈ બ્લડપ્રેશર, ડાયાબિટીસ, તણાવ,
મેદસ્વીપણું અને જીવન ક્ષીણ કરનારી ધુમ્રપાન કે બેઠાડું જીવનશૈલી જેવી આદતો હોય તો તેઓને માટે પણ એટલું જ ઉપયોગી છે.આ પુસ્તક અંગ્રેજી,હિન્દી ઉપરાંત ભારતની અન્ય અનેક ભાષાઓમાં પણ ઉપલબ્ધ છે.
|