G. K. Jungle
જી.કે. જંગલ
જય વસાવડા
જાણવું અને માણવું !
એકવીસમી સદીના સજ્જન નાગરિક બનવા માટે અણમોલ અને અનિવાર્ય એવો જ્ઞાન-વિજ્ઞાનની માહિતી અને મસ્તી સભર
ખજાનો
કુતુહલ, વિસ્મય ,જીજ્ઞાસા …….
આપણાં દેશની અને આપણાં સમાજની પ્રગતિ થતી ન હોય તો એની પાછળ આ અદ્દભુત વૃતિનો અભાવ છે. આ પુસ્તકનાં પાને પાને એક રસપ્રદ અને રોમાંચક ખોજની મોજ છે. શુષ્ક અને કંટાળાજનક રીતે પીરસાતા છાપળવા અને પાઠ્યપુસ્તકિયા અભિગમને લીધે જ્ઞાન-વિજ્ઞાન શબ્દ ઘણી વખત ગુજરાતી ભાવકોમાં અળખામણો બન્યો છે. ત્યારે ‘સાયન્સ સમંદર’ , ‘નોલેજ નગરિયા’ અને ‘જી.કે. જંગલ ‘ જેવા ત્રણ સંકલનો જેને જાણવામાં રસ પડવો જોઈએ છતાં જેના વિશે આપણી જાણકારી લાજવાબને બદલે ‘લાવો ને જવાબ’ જેટલી સીમિત રહી છે તેવા અઢળક રંગબેરંગી વિષયો, માહિતી અને મસ્તીસભર મેઘધનુષ રચાયું છે. વડીલો વર્તમાનમાં શું બની રહ્યું છે તે જાણવા માટે અને વિદ્યાર્થીઓ ભવિષ્યમાં શું બની શકાય તે જાણી શકશે તે માટે વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી ભૂતકાળનું ઉત્ખનન પણ થયું છે.અને આજની રમતિયાળ ભાષામાં અગાઉ ગુજરાતની ભાષામાં કયારેય ન આવી હોય એવી વિગતોની પ્રસ્તુતિ છે.
|