Ikshvaku Na Vanshaj (Gujarati Translation of Scion of Ikshvaku Ramchandra Series Part 1) By Amish
ઈક્ષ્વાકુના વંશજ -રામ ચંદ્ર શ્રેણી-1 ( નવલકથા)
અમીશ
વેદકાળના ઉતરાધમાં સૂર્યવંશી ક્ષત્રિય ઈક્ષ્વાકુ મનુએ ભારતની સ્થાપના કરી એ પછી 54 મી પેઢીએ રામઅયોધ્યાના રાજા તરીકે આવ્યા. રામની આજ્ઞાથી ભરતે એ વખતે કંદહાર તરીકે ઓળખાતા અને ગંધારના ગાંધર્વોને હરાવીને ત્યાં તક્ષશિલા અને પુષ્ક્લપુર એમબે નગર વસાવ્યા. પોતાના પુત્રો યક્ષ અને પુષ્ક્લને તક્ષશિલા અને પુષ્ક્લપુરનું રાજ સોંપીને ભરત પાછા અયોધ્યા ચાલ્યા ગયા. આમાંથી પુષ્ક્લના વંશજ ક્પીલરાજે કપિશા (પાછળથી કાબુલ) શહેરો વસાવ્યું. પુષ્ક્લપુર અત્યારે પેશાવર તરીકે ઓળખાય છે. કપિલરાજે કંબોજમાં સમરમંદ અને બુખારા શહેરો વસાવ્યા. દાયકાઓ પછી ગાંધાર (હાલ અફઘાનિસ્તાન) માં રઘુવંશી ક્ષત્રિયોના જુદા જુદા રઘુરાણા અમલમાં આવ્યા.
3400 ઇસાપૂર્વ, ભારત
અયોધ્યા વિભાજનથી નબળું પડી ગયું છે એક ભયંકર યુદ્ધની કિમંત તે ચૂકવી રહ્યું છે નુકસાન બહુ મોટું થયું છે લંકાના રાજા રાવણ પરાજિતો પર પોતાનું સામ્રાજ્ય સ્થાપતા નથી તેના બદલે તે ત્યાં પોતાનો વેપાર સ્થાપી દે છે.આખા સામ્રાજ્યમાંથી ધન ચૂસી લેવામાં આવે છે. સપ્તસીન્ધુની પ્રજા ગરીબી,હતાશા ને દુરાચરણ માં ગરકાવ થઇ ગઈ છે.તે પ્રજા એક એવા નાયક માટે વલખે છે જે તેમને આ કળણમાંથી બહાર ખેંચી કાઢે
તેમને ક્યાં જાણ છે કે એવો એક નાયક તેમની વચ્ચે જ રહેલો છે જેને તે બધા લોકો જાણે છે. એક સંતપ્ત અને દેશ નિકાલ પામેલો રાજકુમાર એવો રાજકુમાર કે જેનું નામ હતું રામ.
શું લોકોએ તમના પર લગાવેલ લાંછન દુર કરી શકશે? શું સીતા માટેના તેમના પ્રેમને કારણે તે આ સંઘર્ષમાંથી પાર ઉતરશે? શું તેઓ રાવણને પરાજિત કરી શકશે ?
|