Jid Karo Duniya Badlo By Jyotikumar Vaishnav
જીદ કરો,દુનિયા બદલો - જ્યોતિકુમાર વૈષ્ણવ
આજના મલ્ટિનેશનલ કોર્પોરેટ યુગમાં સફળતા અનિવાર્ય બની ગઈ છે.નિષ્ફળ વ્યક્તિ માનવમહેરામણમાં ક્યાંય ખોવાઈ જાય છે.આજનો માનવી,વ્યક્તિગત સ્તરે કે સામૂહિક રીતે,સફળતા મેળવવા યેનકેન પ્રકારે સતત પ્રયત્નશીલ રહે છે.એક વાત સમજી લેવાની કે મોટીવેશનલ ગુરુઓ પાસેથી મોટીવેશન લીધા પછી પણ બધા જ સફળ થતા નથી.
સફળતાને હાથવેંતમાં કરી લેવા કેટલાક માઈલસ્ટોન્સ પર નજર નાખવી જોઈએ.આ જરાય મુશ્કિલ નથી.માત્ર મન અને તનને સજાગ રાખીને,પ્રત્યેક સોપાનનો મર્મ સમજીને આગળ વધવાથી સફળતા પામી શકાય છે.આ પુસ્તકનું પ્રત્યેક પ્રકરણ સફળતાની દિશામાં આગળ લઇ જતું નવતર સોપાન છે.
બધું જ કરવા છતાં,સૌ કોઈ સફળતાના શિખરે પહોંચી શકતા નથી.શિખર પર મેદાનની વિશાળતા નથી હોતી.
|