કચ્છનો સર્વાંગી ઈતિહાસ ( ભાગ-1 અને 2 )
કચ્છ ડેવલપમેન્ટ કાઉન્સિલ
કુદરતને કમાલની કલાકૃતિ કંડારવાનું મન થયું અને એણે કચ્છનું નિર્માણ કર્યું। રણ, સાગર અને ડુંગરનું ત્રિવેણીતીર્થ એટલે કચ્છ ઈર્ષ્યા ઉપજે એવો અને એટલો વૈભવ કુદરતે કચ્છને બક્ષ્યો છે।
પણ આપણે માત્ર ઈર્ષા કરીને કેમ અટકી જઈએ ? કારણકે ગૌરવ લઇ શકાય એવા અહીના લોકો છે અને આદર ઉપજે એવી એની સંસ્કૃતિ છે। આગવો દમામ અને દબદબો ધરાવતી કચ્છી ભાષા છે। કચ્છ એવો ખમીરવંતો પ્રદેશ છે કે ઉપાધિને સમાધિમાં સમાઈ જવું પડે છે . કળા કાલીગરીની વાત હોય કે કારોબારની વાત હોય- કચ્છી લોકોને કોઈ ન પહોંચી શકે . પુરુષાર્થ અને પરાક્રમ કચ્છની પ્રજાના લોહીમાં ઓતપ્રોત છે।
એવાં કામણગાર કચ્છનો ધબકાર એટલે કચ્છનો સર્વાંગી ઈતિહાસ ઈ સ પૂર્વે 5000થી આજ સુધીની તેજસ્વી તવારીખનો અણમોલ દસ્તાવેજ આ બૃહદ ગ્રંથમાં સમાયો છે ત્રીસથી વધુ કલમથી અલેખાયેલો કચ્છનો આ ઈતિહાસ, સંદર્ભોનો માઈલસ્ટોન બની રહેશે .
|