Mathemagic By Nagendra Vijay
મેથેમેજિક
નગેન્દ્ર વિજય
ગણિતને કંટાળાજનક વિષય ગણો છો ? સંભવ છે. વાસ્તવિકતા જો કે સદંતર જુદી છે. વિષય પોતે નહિ, બલકે તેની ભારેભરખમ રજૂઆત હંમેશાં કંટાળો જન્માવતી હોય છે. આ પુસ્તકમાં ગણિતને જોવા માટે પરંપરાગત કરતાં સાવ જુદો દ્રષ્ટિકોણ અપનાવ્યો છે. મેથેમેટિક્સના નિયમો ટાંક્યા નથી. કુદરતથી માંડીને રમતગમતનું અને રોજિંદા જીવનનું પણ નિયમન કરવામાં તે નિયમોની અદ્રશ્ય ભૂમિકાનું મેજિક વર્ણવ્યું છે. ગણિતને તેના વિસ્મયપ્રેરક મૂળરૂપમાં એટલે કે જટિલને બદલે જકડી રાખતા વિષય તરીકે રજૂ કરવામાં આવ્યું છે. રજૂઆતની શૈલી મુલાયમ છે. વર્ણનમાં નીરસતા સદંતર બાકાત છે; નવીનતા ભારોભાર છે. દરેક પ્રકરણમાં દિમાગ માટે જેટલી માહિતી છે એટલી જ દિલ માટે મોજમસ્તી છે.
ટૂંકમાં, પહેલી નજરે માથાભારે જણાતા ગણિતના બેકગ્રાઉન્ડમાં રહેલંુ અકલ્પ્ય મેજિક રજૂ કરવામાં આવ્યું છે. પુસ્તકનું નામ એટલે જ ‘મેથેમેજિક’ પસંદ કરાયું છે.
પુસ્તકનાં પ્રકરણોની યાદી...
ઇતિહાસમાં મેથેમેજિક
-
પ્રકરણ ૧ શૂન્યની શોધ શી રીતે થઇ ?
-
પ્રકરણ ૨ જગતનું પહેલું કમ્પ્યૂટર ઍબકસ
-
પ્રકરણ ૩ ગણિતની સંજ્ઞાઓનો ઇતિહાસ
-
કુદરતમાં મેથેમેજિક
-
પ્રકરણ ૪ ફૂલપાંદડાંના ફિબોનાકી ફિગર્સ
-
પ્રકરણ ૫ મધમાખીના મધપૂડાનંુ મેથેમેટિક્સ
-
પ્રકરણ ૬ પ્રાણીજગતનાં જીવંત કેલ્ક્યુલેટર્સ
-
રમતગમતમાં મેથેમેજિક
-
પ્રકરણ ૭ કાર્ડ શફલિંગનું મેથ્સ અને મેજિક
-
પ્રકરણ ૮ પાસાનું ગણિત અને ગમ્મત
-
પ્રકરણ ૯ જગલિંગની ગેમનું મસ્ત ગણિત
-
પ્રકરણ ૧૦ ફૂટબોલની મેચના ફૂટબોલનું મેથ્સ
-
પ્રકરણ ૧૧ ગેમ ઑફ ક્રિકેટનું ગણિત
-
કેલ્ક્યુલેટરનું મેથેમેજિક
-
પ્રકરણ ૧૨ પૉકેટ કેલ્ક્યુલેટરની કરામતો
-
પ્રકરણ ૧૩ સાયન્ટિફિક કેલ્ક્યુલેટરની કરામતો
-
કેલેન્ડરનું મેથેમેજિક
-
પ્રકરણ ૧૪ ભારતીય પંચાંગનું ખગોળગણિત
-
પ્રકરણ ૧૫ બ્રહ્માંડના સર્જક બ્રહ્માનું કેલેન્ડર
-
પ્રકરણ ૧૬ મેટ્રિક કેલેન્ડરનું મેથેમેટિક્સ
-
પ્રકરણ ૧૭ ૨૪ કલાક ખરીદો, ૧ કલાક ફ્રી મેળવો !
-
વિરોધાભાસોનું મેથેમેજિક
-
પ્રકરણ ૧૮ ગણિતના ગમ્મતભર્યા વિરોધાભાસો
-
પ્રકરણ ૧૯ ભુલભુલામણી જેવાં ચિત્રોની ભૂમિતિ પ્રકરણ ૨૦ મોબિયસ બેન્ડનું મેથેમેજિક
-
બાંધકામમાં મેથેમેજિક
-
પ્રકરણ ૨૧ ઇજિપ્તના પિરામિડનું મેથેમેટિક્સ
-
પ્રકરણ ૨૨ ૨૧ મી સદીનું સૌથી મોટું ઇજનેરી સાહસ
-
રોજિંદા જીવનમાં મેથેમેજિક
-
પ્રકરણ ૨૩ એક કિલોગ્રામનું વજન કેટલું ?
-
પ્રકરણ ૨૪ આકાશી વીજળીનું વિસ્મયકારક ગણિત
|