મેષ થી મીન - નવીનભાઈ ઝવેરી
જ્યોતિષશાસ્ત્રનો સંપૂર્ણ મહાગ્રંથ
જ્યોતિષશાસ્ત્રના ઊંડા અભ્યાસ અને અનુભવથી કસાયેલી કલમે લખાયેલા પ્રસ્તુત ગ્રંથમાં પ્રત્યેક બારેય સ્થાનોમાં જુદા જુદા ભાવમાં રહેલા ગ્રહોની દ્રષ્ટિ, યુતિ અને સ્થિતિનો પ્રભાવ, જાતકના વ્યક્તિગત - પારિવારિક - સામાજિક તથા વ્યવસાયિક સબંધો અને શુભ-અશુભ યોગોની સરળ, સવિસ્તાર તેમજ શાસ્ત્રીય છણાવટ કરવામાં આવી છે. ટૂંકમાં જાતકના જન્મ, જીવન અને મૃત્યુ સુધીની સમસ્યાઓ કે સિદ્ધિઓ સાથે મોક્ષની સંભાવનાનું પણ માર્ગદર્શન કરતો આ અજોડ દળદાર ગ્રંથ છે.
ફળાદેશ માટે જ્યોતિષશાસ્ત્રનો આ મહાગ્રંથમાં જન્મકુંડળીના 12 લગ્નો વિષે વિસ્તૃત માહિતી રજુ થઇ છે પ્રસ્તુત ગ્રંથમાં બારેય સ્થાનોમાં જુદાં જુદાં ભાવમાં રહેલા ગ્રહોની દ્રષ્ટિ, યુતિ અને સ્થિતિનો પ્રભાવ, જાતકના વ્યક્તિગત, પારિવારિક, સામાજિક અને વ્યવસાયિક સંબંધો અને શુભ-અશુભ યોગોની સરળ સવિસ્તાર શાસ્ત્રીય છણાવટ કરવામાં આવી છે.
12 રાશીઓ, 12 લગ્નો, દરેક લગ્નમાં વિવધ ગ્રહોની યુતિઓનો ફળાદેશ રજુ કરતુ પુસ્તક
|