Nansen (Gujarati Edition) By Mulshankar Bhatt
નાનસેન - જુલેવર્ન
પ્રવાસ જેટલો આનંદદાયક હોય છે,એટલું જ પ્રવાસીનું ચરિત્રલેખન પણ આનંદદાયક હોય છે.આ પુસ્તકમાં આવા જ એલ પ્રવાસી નાનસેન ના સાહસિક પ્રવાસની રોમાંચક દાસ્તાન છે.
કહેવાય છે કે નાનસેન દરિયાને કલાકો સુધી નીરખ્યા કરતો અને એમ પવનની દિશાને, તરંગોની અને એમાં તણાઈ આવતા પદાર્થોને અવલોકીને દરિયાના મિજાજને, એના અંતર પ્રવાહોને સમજવા કોશિશ કરતો. ઉત્તર ધ્રુવ સુધી જહાજ હાંકી જવાની ધૂન એના મન પર ક્યારની કબજો લઈ ચૂકી હતી. એણે એક એવી નાવ બનાવવાનો ઓર્ડર આપ્યો, જે થીજેલા સમુદ્રના વિરાટ બરફની સામે ઝીંક ઝીલી શકે. બરફની પરતોને તોડીને આગળ વધવાને બદલે જહાજ એના પર સરકી આવે ને હિમખંડોની ગતિ સાથે ધ્રુવબિંદુ સુધી સરક્યા કરે. સામે બરફે સરકવા એણે જહાજની આગળ એરોપ્લેન જેવા પ્રોપેલર તથા દિશા નિયંત્રણ માટે વાયુયાન જેવાં જ રડાર લગાવડાવ્યાં. જહાજ સાથે એક પવનચક્કી પણ લગાડવામાં આવી, જેણે ઉત્પન્ન કરેલી ઊર્જાથી જહાજ ચલાવી શકાય. આ જહાજ એટલે ફ્રામ.
ફ્રામમાં નાનસેને પહેલી સફર છેક ઈ.સ. ૧૮૯૩માં કરી. ત્યારબાદ ૧૯ વર્ષ સુધી એ વખતોવખત સાહસિક ખેપ મારતું જ રહ્યું હતું.
|