પૂર્વની સાત બહેનો - સ્વામી સચ્ચિદાનંદ
Purvani Saat Baheno (Gujarati) By Swami Sachchidanand
ઉત્તરપૂર્વની આ સાત બહેનો ખરેખર જોવા જેવી છે. સાતમાં અરુણાચલ બૌદ્ધધર્મી છે. વનરાજિ અને માણસોથી સુંદર છે. અહીં કોઈ જુદા થવાની વાત કરતું નથી. જુદા થવાનો અર્થ થાય છે ચીનમાં ભળવું, જે તેમના માટે મહાત્રાસરૂપ લાગે છે, કારણ કે તિબેટની દુર્દશાથી તે કંપી રહ્યા છે. આ પ્રજાને પકડી રાખનાર તત્ત્વ બૌદ્ધ ધર્મ છે. અને બૌદ્ધ ધર્મને પકડાવનાર દલાઈ લામા છે. દલાઈ લામાનો પ્રચંડ પ્રભાવ છે.
|