Rajadhiraj By Kanaiyalal Munshi ( Novel)
રાજાધિરાજ : કનૈયાલાલ મુનશી
રાજાધિરાજ (૧૯૨૫) : કનૈયાલાલ મુનશીની ગુજરાતના સોલંકીયુગના ઇતિહાસ પર આધારિત નવલકથાત્રયીની ‘ગુજરાતનો નાથ’ પછીની નવલકથા. ચાર ખંડમાં વિભક્ત આ નવલકથામાં જયસિંહ સિદ્ધરાજનો સોરઠવિજય અને લાટમાં જાગેલું બંડ એ બે મુખ્ય ઘટનાઓ સાથે સંબંધિત કથા ગૂંથાયેલી છે. રા’ખેંગારે કરેલા અપમાનનું વેર લેવા પંદર વર્ષથી જૂનાગઢને ઘેરો નાખીને પડેલા જયસિંહ સિદ્ધરાજ આખરે દેશળ-વીશળે બતાવેલા ગઢના છૂપા માર્ગેથી હુમલો કરી જૂનાગઢ પર વિજય મેળવે છે, પણ એ વિજય પછીયે રાણકદેવી સાથે લગ્ન કરવાની તેની ઇચ્છા વણસંતોષાયેલી રહે છે. રાણકદેવી કાકની મદદથી સતી થાય છે. આ કથાની સાથે સાથે કાકની ગેરહાજરીમાં લાટમાં થયેલા બંડની કથા પણ ગૂંથાતી આવે છે. લાટના બંડને પાટણની સેના દબાવી દે છે, પરંતુ કેદમાં સપડાયેલી મંજરી તેને મદદ પહોંચે તે પહેલાં મૃત્યુ પામે છે.
કાકના પાત્રનું અતિગૌરવ અને મહત્વની ઘટનાઓમાં એનું વર્ચસ્વ ‘ગુજરાતનો નાથ’ની જેમ અહીં પણ અનુભવાય છે. અપ્રતીતિકર પણ રોમાંચક અને સાહસિક ઘટનાઓથી થતી કથારસની જમાવટ આ કૃતિનો નોંધપાત્ર વિશેષ છે.
કનૈયાલાલ મુનશીની પહેલી નવલકથા "પાટણની પ્રભુતા" જે તેમણે ઘનશ્યામના નામે લખી હતી. જ્યારે પાટણની પ્રભુતાને આવકાર મળ્યો ત્યાર પછી તેમણે પોતાના સાચા નામે ગુજરાતી સાહિત્યમાં લખવાનુ રાખ્યુ. "જય સોમનાથ" એ "રાજાધિરાજ" પછીની લખાયેલ કૃતિ છે પણ હમેશા પહેલી ગણાય છે.
જીવનના અંતિમ વર્ષોમાં તેઓ કૃષ્ણ ભક્તિ તરફ વળ્યા હતા અને એટલે તેમની છેલ્લી રચના "કૃષ્ણાવતાર" છે.
તેમણે લખેલ સાહિત્યમાં કેટલીક ઉલ્લેખનીય રચનાઓ નીચે મુજબ છે.
1. ગુજરાતનો નાથ
2. પાટણની પ્રભુતા
3. પૃથીવી વલ્લભ
4. કૃષ્ણાવતાર ભાગ ૧ થી3
5. રાજાધિરાજ
6. જય સોમનાથ
7. ભગવાન કૌટિલ્ય
8. ભગ્ન પાદુકા
9. લોપામુદ્રા
10. લોમહર્ષિણી
11. ભગવાન પરશુરામ
12. વેરની વસુલાત
13. કોનો વાંક
14. સ્વપ્નદ્રષ્ટા
15. તપસ્વિની
16. અડધે રસ્તે
17. સીધાં ચઢાણ
18. સ્વપ્નસિદ્ધિની શોધમાં
19. પુરંદર પરાજય
20. અવિભક્ત આત્મા
21. તર્પણ
22.પુત્રસમોવડી
23. વાવા શેઠનું સ્વાતંત્ર્ય
24. બે ખરાબ જણ
25. આજ્ઞાંકિત
26. ધ્રુવસંવામિનીદેવી
27. સ્નેહસંભ્રમ
28. ડૉ. મધુરિકા
29. કાકાની શશી
30. છીએ તે જ ઠીક
31. બ્રહ્મચર્યાશ્રમ
32. મારી બિનજવાબદાર કહાણી
33. ગુજરાતની કીર્તિગાથા
34. નરસિંહયુગના કવિઓ ( જીવનચરિત્ર )
35.આદીવચનો: ભાગ 1-2 ( નિબંધો)
36. ભગવદ્દગીતા અને અર્વાચીન જીવન (ચિંતન)
|