Rigveda (Gujarati) -By: Dr.Rajbahadur Pandey
ઋગ્વેદ
ડો. રાજબહાદુર પાંડે
આપણી સંસ્કૃતિનો ભવ્ય વારસો
વેદ વિશ્વ સાહિત્યનો પ્રાચિનતમ ગ્રંથ છે.- આદિગ્રંથ અને ઈશ્વરીય જ્ઞાન છે.
જો કે વેદોનો સૌથી મોટો ભાગ ઉપાસના અને કર્મકાંડને લાગતો છે. આમ છતાં તેમાં યથ્સ્થાને આત્મા-પરમાત્મા, પ્રકૃતિ, સમાજ-સગઠન,ધર્મ-અધર્મ,જ્ઞાન-વિજ્ઞાન તથા જીવનના મૂળભૂત સિદ્ધાંતો અને જીવનોપયોગી શિક્ષણ તથા ઉપદેશોનું પ્રસ્તુતિકરણ છે.
ભારતીય પ્રાચીન વૈદિક સંસ્કૃત સ્તોત્રોનું સંકલન છે અને સનાતન ધર્મ (હિંદુ ધર્મ)ના પવિત્ર ચાર વેદો પૈકીનો એક છે. ઋગ્વેદ વિશ્વનો સૌથી જુનો ગ્રંથ છે, જે હજુ પણ વપરાય છે. ઋગ્વેદ ભારતીય-યુરોપીય ભાષામાં લખાયેલ વિશ્વનું સૌથી જુનું લખાણ છે. ઋગ્વેદમાં ૧૦૨૮ સુક્ત છે, જેમાં દેવતાઓની સ્તુતિ કરેલી છે. તથા આમા દેવતાઓને યજ્ઞમાં આહ્વાન કરવા માટે મંત્રો છે, આજ સર્વ પ્રથમ વેદ છે. ઋગ્વેદને દુનિયાના સર્વ ઇતિહાસકાર સૌથી પહેલી રચના માને છે.
|