Sahas Toli Nirjan Tapuma (Gujarati Translation of Long Vacation In Desert Island) By Jules Verne
જુલે વર્ન વિશ્વવિખ્યાત છે. કારણ, સબમરીન કે રોકેટ અથવા અન્ય આધુનિક વાહનવ્યહારના સાધનોની શોધ થઇ તે પહેલા તેણે આ બધી બાબત ઘણું લખ્યું છે. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે આ મ્હામાંનાવે કોઈ વાર પોતાનો ફ્રાન્સ દેશ મૂકી બહાર ક્યાય સફર નહોતી કરી અથવા આવું દેશાટન કરવાની તેની ઈચ્છાય નહોતી। વિદેશોમાં જઈ કઈ સંશોધન કરવાનો તેનો ઇરાદો પણ નહતો।. તેણે વિદેશી ભૂમિ,સમુદ્ર ,સામ્રાજ્યો અને વાયુ વગેરે અંગે જે વર્ણન કરેલ છે અને આધુનિક જીવન માં અમૃત પાસાની જે અપેક્ષિત કલ્પના કરી છે અને આધુનિક જીવનનો સમાજશાસ્ત્રીય અને મનોવૈજ્ઞાનિક જે અભિગમ વ્યક્ત કર્યો છે એ અભિગમ તેના " deux ans devacance " અર્થાત " વેકેશન કે લાંબી રજાના બે વર્ષો " એ પુસ્તક પાયાના તત્વ તરીકે દષ્ટિગોચર થાય છે.
|