શૂન્યમાંથી સર્જન - રશ્મિ બંસલ
ભાવાનુવાદ: સોનલ મોદી
"Connect The Dots" પુસ્તકનો ભાવવાહી ભાવાનુવાદ
Shunyamathi Sarjan (Gujarati Translation of Connect The Dots )
'શૂન્યમાંથી સર્જન' એટલે રશ્મિ બંસલ લિખિત 'Connect The Dots ' પુસ્તકનો ભાવવાહી ભાવાનુવાદ. ભારેખમ ભણતર અને M.B.A. જેવી ફાંકડી ડિગ્રીઓ વગર ખૂદની કેડી કંડારનાર વીસ જેટલા સાહસિક ઉદ્યોગપતિઓની અહીં રોચક વાતો છે. સફળ થવાની ખ્વાહીશ, કંઈક જુદું કરીને જીવન જીવવા જેવું બનાવવાની પ્રબળ ઈચ્છાથી તેમણે નાનકડા ધંધા શરૂ કરવાની હિમંત કરી.
ધંધામાં સફળ થવા માટે પૈસાદાર પપ્પા, ભારેખમ ભણતર અને ડરાવણી ડિગ્રીઓ કરતાં વધુ જરૂર છે બુદ્ધિ, હૈયાની હામ અને આગવી કોઠાસૂઝની ! ' ખભે કોથળો ને દેશ મોકળો' ના અનુવાદક સોનલ મોદીની અત્યંત સબળ કલમનું નવું નજરાણું એટલે 'શૂન્યમાંથી સર્જન'
|