તમારા મૃત્યુ પર કોણ આંસુ સારશે ?
- રોબીન શર્મા
" Who Will Cry When You Die ?" નો ગુજરાતી અનુવાદ
અનુવાદ : પ્રો. પૂર્ણિમા મ. દવે
શું તમને એવું લાગે છે કે જિંદગી હાથમાંથી બહુ ઝડપથી સરકતી જાય છે અને તેથી અર્થ, આનંદ અને સંતોષપૂર્વક જીવન જીવવાની તક હવે કદાપિ નહિ મળે ? જો ખરેખર એમ હોય તો નેતૃત્વ ગુરુ " ધ મંક હું સોલ્ડ હીઝ ફેરારી " ગ્રંથમાળાના લેખક રોબીન શર્મના આ ખાસ પુસ્તકે લાખો લોકોના જીવનપરિવર્તન કર્યાં છે. એ માર્ગદર્શિકા દીવાદાંડી બની તમારા જીવનને પણ એક નવા ઉજ્જવળ માર્ગ પ્રતિ દોરી જશે...આ માર્ગદર્શિકા વાંચવામાં સરળ છે પણ જ્ઞાનસભર છે. એમાં જીવનની સૌથી જટિલ સમસ્યાઓના સોએક જેટલા સરળ ઉકેલો આપ્યા છે. ચિંતા અને માનસિક તણાવોને દૂર કરવાની અલ્પજ્ઞાત પદ્ધતિથી લઈને જીવનમાં સ્થાયી વારસાનું નિર્માણ અને જીવનયાત્રાનો આનંદ માણવાનો અસરકારક માર્ગનો તેમાં સમાવેશ છે.
About The Author :
રોબીન શર્મા નેતૃત્વ અને સ્વવિકાસ વિશેના ૧૦ બેસ્ટ સેલિંગ પુસ્તકોનાં વિશ્વ વિખ્યાત લેખક છે. તેમના પુસ્તકો ૫૦ થી વધુ દેશોમાં અને લગભગ ૭૦ ભાષામાં પ્રકાશિત થયા હોવાથી તેઓ વિશ્વના એક સૌથી વધુ વાંચવામાં આવનારા લેખક ગણાય છે. 'ધ મંક હું સોલ્ડ હીઝ ફેરારી',જે પુસ્તકે આંતરરાષ્ટ્રિય બેસ્ટ સેલર પુસ્તકોમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું, અને જેની લાખો પ્રતો વેચાઈ ચુકી છે.
|