Vastavwadi Natak (Vaishvik Paripekshyama) By Bharat Dave
વાસ્તવવાદી નાટક (વૈશ્વિક પરિપ્રેક્ષ્યમાં ) ભરત દવે
ગુજરાતીમાં નાટકો વિશે કોઈ દિગ્દર્શકે લખેલો આ મહત્વનો દસ્તાવેજ છે. સાહિત્યિક કરતા એમાં થતી મુલવણી પ્રસ્તુતકર્તાની દ્રષ્ટીએ થઇ છે. અહી ચર્ચાયેલા નાટકોમાંથી અમુક્નીજ પ્રસ્તુતિ લેખકે જોઈ હોઈ શકે, પણ એને આ પુસ્તકની મર્યાદા કરતા વિશિષ્ટતા ગણવી જોઈએ કારણકે અહીં પ્રયત્ન નાટકના ફોર્મ કરતા 'વાસ્તવવાદ' 'એના ઈતિહાસ' અને એના 'દેશ વિદેશમાં વિકાસ' ના અભ્યાસનો અભિગમ છે વાસ્તવ એ નાટ્ય, કથા, એના અંત-તત્વ કે પ્રસ્તુતિ સમયની સેટ-ડિઝાઇન એની પ્રતિકાત્મકતાની તપાસ આ પુસ્તકમાં પાને પાને થયા કરી છે.
|