Vasundharani Vanaspatio Ayurvedic Medicinal Plants (Set of 4 Gujarati Books)
By: Ashokbhai Sheth
વસુંધરાની વનસ્પતિઓ (આયુર્વેદના 4 ગ્રંથો)
અશોકભાઇ શેઠ
આ ગ્રંથો આયુર્વેદ રોગ નિદાન, સારવાર અને ચિકિત્સા ક્ષેત્રે એક નવો રાહ ચિંધનારા બની રહેશે
વસુંધરાની વનસ્પતિ જેવા આયુર્વેદના અદભૂત ગ્રંથની સમગ્ર વિશ્વને ભેટ આપનારા ભાવનગરના શેઠ બ્રધર્સ (કાયમ ચૂર્ણ) પરવિારના અશોકભાઇ શેઠ હવે આયુર્વેદના નવા સંશોધનો બાદ 4 અમૂલ્ય ગ્રંથો આયુર્વેદ રોગ નિદાન, સારવાર અને ચિકિત્સા ક્ષેત્રે એક નવો રાહ ચિંધનારા બની રહેશે.વર્ષોની રઝળપાટ અને અનુભવને અંતે તેમણે ૨૦૦૦ની સાલમાં 'વસુંધરાની વનસ્પતિઓ' નામે સમૃદ્ધ પુસ્તક લખ્યું.
વસુંધરાની વનસ્પતિ ના જુદા જુદા ચાર સંશોધનાત્મક ગ્રંથો અને અંગ્રેજીમાં પણ ધ હર્બ્સ ઓફ આયુર્વેદા ગ્રંથો પણ પ્રકાશિત કર્યા છે. વનસ્પતનિો નાનો છોડ પણ કેવી રીતે ઓળખશો. આ છોડ શું ઉપયોગમાં આવે તેનો ઉપયોગ કેવી રીતે કરી શકો સહિતની ઉપયોગી માહિતી રંગીન ફોટોગ્રાફસ સાથે આપવામાં આવી છે.અશોકભાઇ શેઠ રચિત આયુર્વેદના મહાગ્રંથોનો ઉપયોગ ગુજરાત અને ભારતની ઉપરાંત વિદેશોમાં જર્મની, ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ જેવા રાષ્ટ્રોમાં યુનિ.માં તેનો ઉપયોગ રેફરન્સ બૂક તરીકે કરવામાં આવે છે.
|