Aayano (Gujarati Novel) By: Ashwini Bhatt
આયનો - અશ્વિની ભટ્ટ
મારો દોસ્ત, મારો પાર્ટનર, વિજય, એકાએક ગુમ થયો હતો, પોલીસને શંકા હતી કે મેં તેનું કાસળ કાઢી નાખ્યું છે. કેસરબાગ મહેલને પંચતારક હોટલ અને રિસોર્ટમાં ફેરવવાની યોજનાની શરૂઆતમાં જ આ ઘટના બનેલી. પણ ત્યારે મને અને મારી પત્ની માધવીને, ખ્યાલ સરખો ય ન હતો કે વિજય, એક અનન્ય ઔરતની ખોજમાં લોક-અલોકની સૃષ્ટિમાં ચાલ્યો ગયો હશે!
|