Akhand Bharatna Shilpi Sardar Vallabhbhai Patel By Mafatlal Patel
અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલ - મફતલાલ પટેલ
સરદારનો જોટો જડવો મુશ્કેલ છે.
સરદારશ્રીએ ભારતની એકતા,અખંડિતતા અને સાર્વભૌમિકતા માટે ટૂંકા ગાળામાં જે સપનું સાકાર કર્યું એનો જોટો ઇતિહાસમાં જડવો મુશ્કેલ છે.સરદાર હોત તો કાશ્મીર પ્રશ્નનો ઉકેલ ક્યારનો આવી ગયો હોત.સરદાર ઓછા બોલા હતા,પરંતુ દુરંદેશીથી એમણે સાર્વભૌમિક ભારતનું સપનું સાકાર કરવા પોતાની નીતિનો અમલ મક્કમપણે કર્યો,નહિ તો આજે ભારતમાં કેટલા બધા રજવાડા હોત ! 1947 પછી સરદારશ્રી ભારતના પ્રથમ ગૃહપ્રધાન બન્યા,ત્યારે કેટલા બધા પ્રશ્નો આટોપવાના હતા જે તેમણે પૂરા કરી દેશનું ગૌરવ વધાર્યું.
|